Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કુબલીયાપરામાં વોંકળા કાંઠે ડ્રાઇવઃ ૧૭૦૦ લિટર આથાનો નાશ કરાયો

ઇન્ચાર્જ વી. કે.ગઢવીએ આજીડેમ-ભકિતનગર-થોરાળાના સ્ટાફને સાથે દરોડા પાડ્યા

રાજકોટઃ દારૂબંધીનો કડક અમલ કરાવવાની પોલીસ કમિશનર અને જોન્ટ પોલીસ કમિશનરની સુચના હોઇ ડીસીપી ઝોન-૧ તથા એસીપી પૂર્વની રાહબરી હેઠળ થોરાળાના ઇન્ચાર્જ પી.આઇ. વી. કે. ગઢવીએ ગઇકાલે બે કલાક સુધી કુબલીયાપરા વિસ્તારમાં ડ્રાઇવ યોજી હતી. થોરાળા, ભકિતનગર તથા આજીડેમ પોલીસના સ્ટાફને સાથે રાખી વોંકળા કાંઠે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં જુદી-જુદી જગ્યાએ દેશી દારૂ બનાવવામાં વપરાતો આથો મળી આવતાં ૧૭૦૦ લિટર આથાનો નાશ કરવામં આવ્યો હતો.  આજીડેમના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, ભકિતનગરના પી.બી. જેબલીયા તથા અન્ય પોલીસ મથકનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. તસ્વીરમાં આથાનો નાશ કરતી પોલીસ જોઇ શકાય છે.

(1:22 pm IST)