Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પડધરીના ન્યારાની જમીનના વિવાદમાં ન્યાય ન મળતા એસ.પી. કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટના મહેશભાઈ હાપલીયાએ સગા મામા સહિતના વિરૂદ્ધ કરેલી રજૂઆતમાં ન્યાય ન મળ્યાનો આક્રોશ

રાજકોટઃ. પડધરી તાલુકાના ન્યારા ગામની જમીનના વિવાદમાં ન્યાય ન મળતા રાજકોટ યુનિવર્સિટી રોડ પર માધવ પાર્ક શેરી નં. ૧માં રહેતા મહેશ શંભુભાઈ હાપલીયાએ આજે રાજકોટ રૂરલ એસ.પી. કચેરી ખાતે આવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા રૂરલ એલસીબી તથા પ્ર.નગર પોલીસ સ્ટાફે તાકીદે મહેશ હાપલીયાને પકડી લીધો હતો. મહેશ હાપલીયાએ ન્યારાની જમીન મામલે તેના સગા મામા મોહન ઉકાભાઈ ઝાલાવડીયા (રહે. ગાંધીગ્રામ શાહનગર શેરી નં. ૧) અને પ્રવિણસિંહ ઉર્ફે પી.સી.સી. (રહે. ઈંટાળા, તા. જામનગર) અને એક અજાણ્યા પોલીસ કર્મચારી વિરૂદ્ધ પડધરી પોલીસ મથકમાં અરજી કરી હતી. જે મામલે પોતાને ન્યાય ન મળતા તેથી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(1:19 pm IST)