Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટના પૂર્વ કલેકટર મોનાબેન ખંધારની ટોકિયોમાં ઇન્ડિયન એમ્બેસીમાં નિમણુંક

ઈકોનોમી અને કોમર્સ અંગેની મહત્વની કામગીરી સોંપાઈ

રાજકોટના પૂર્વ કલેકટર અને  રાજ્યના રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે કામગીરી કરનાર સિનિયર આઈએએસ ઓફિસર મોનાબેન ખંધારની જાપાનમાં ઇંડિંયન એમ્બેસીમાં નિમણુંક કરાઈ છે

   1996ની બેચના સિનિયર ઓફિસર મોનાબેન ખંધારની કેન્દ્ર સરકાર દ્વારા ટોકિયો ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં ઈકોનોમી અને કોમર્સ અંગેની મહત્વની કામગીરી સોંપાઈ છે

(12:39 am IST)
  • જીએસટી કલેકશન વર્ષોવર્ષ વધતુ જાય છે : મોદી સરકારને બખ્ખા! : દેશમાં જીએસટીના અમલના પગલે ત્રણ વર્ષથી જીએસટી કલેકશનમાં મોટો વધારો થઈ રહ્યો છે. ન્યુઝ ફર્સ્ટના હેવાલ પ્રમાણે ૨૦૧૭-૧૮માં એવરેજ ૮૯,૮૮૫ કરોડ (કુલ ૭,૪૦,૬૫૦ કરોડ - જુલાઈથી) જીએસટી કલેકશન થયેલ. ત્યારબાદ બીજા વર્ષે ૨૦૧૮-૧૯માં એવરેજ દર મહિને રૂ.૯૮,૧૧૪ કરોડનું (૧૧,૭૭,૩૬૯ કરોડ)નું કલેકશન થયેલ. જયારે ૨૦૧૯-૨૦ (એપ્રિલ-મે-જૂનમાં) એવરેજ ૧,૦૪,૬૯૮ કરોડ (કુલ ૩ મહિનાનું ૩,૧૪,૦૯૩ કરોડ)નું જીએસટી કલેકશન થયેલ છે. access_time 1:13 pm IST

  • આણંદપુર ડેમ ઓવરફ્લો ; જૂનાગઢને પાણી પૂરું પાડતો ડેમ છલકાયો :ઉપરવાસના વરસાદને કારણે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો access_time 9:51 pm IST

  • ઇન્કમટેક્ષ રીર્ટન ભરવાની મુદતમાં વધારો : ઇનકમટેક્ષ રીર્ટન ભરવાની છેલ્લી તા.૩૧-૭-૨૦૧૯ હતી તેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટરેટ ટેકસીઝ (સીબીડીટી) દ્વારા મુદત વધારીને ૩૧-૮-૨૦૧૯ કરવામાં આવી છે access_time 7:58 pm IST