Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પીજીવીસીએલના નવા એમ.ડી. ધીમંતકુમાર વ્યાસ બપોર બાદ ચાર્જ સંભાળશે : મીટીંગ બોલાવી

ચીફ ઇજનેરથી માંડી એકઝી. ઇજનેર સુધીનાને તમામને બોલાવ્યા

રાજકોટ, તા. ર૪ :  પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એન.ડી. શ્રી શ્વેતા તેઓટીયાની બદલી બાદ તેમના સ્થાને પેટ્રો કેમિકલ્સમાં સુપરન્યુમેરી એડી. કલેકટર પદે (આઇએએસ) રહેલા શ્રી ધીમંતકુમાર વ્યાસને રેગ્યુલર પોસ્ટીંગ સાથે ગત શનિવારે પીજીવીસીએલના એમ.ડી. તરીકે મુકાતા તેઓ ચાર્જ બપોરે ૩ વાગ્યા બાદ ચાર્જ સંભાળનાર હોવાનું વીજ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ ઉમેર્યુ હતું.

આ અધીકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બપોરે ૩ વાગ્યા બાદ ચાર્જ સંભાળતા વેત શ્રી વ્યાસે મીટીંગ યોજી છે, જેમાં ખાસ કરીને અમરેલી પંથકમાં હજુ સેંકડો થાંભલા ઉભા નથી શકયા, શીયાળબેટ ગામ ૧ મહિનો અને ૬ દિવસથી બંધ, રાજકોટના અન્ડરગ્રાઉન્ડ કેબલ કામગીરી, રાજકોટના ર થી ૩ સબ ડીવીઝનનું બાયફરકેશન મંજુર છતા સ્ટાફના અભાવે શરૂ નથી કરાયા તે બાબતે ચર્ચા થશે, ચીફ ઇજનેરથી માંડી એકઝી. ઇજનેર સુધીના તમામને એમ.ડી.એ. બોલાવ્યાનું આ અધિકારીઓ ઉમેરી રહ્યા છે. સ્કાડા કન્ટ્રોલ રૂમ શરૂ નથી થયો તે મુદ્દો પણ ખાસ ચર્ચાશે.

(3:23 pm IST)