Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સદગુરૂ મહિલા કોલેજમાં ૫૦૦ દિકરીઓને વેકસીન

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ ગુજરાતના લોકોના આરોગ્યની સુખાકારી માટે સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે કોરોના વેકસીનેશન આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે અને હાલ સમગ્ર રાજયમાં અંદાજીત ૧૨૦૦ થી વધુ કેન્દ્રો પર વેકસીનેશનનું કાર્ય થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પણ યુનિવર્સિટીનો કોઈપણ વિદ્યાર્થી વેકસીન લેવામાં બાકી ન રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ વેકસીન પ્રાપ્ત કરે એ માટે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ વેકસીનેશન ડ્રાઈવ કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચૌધરી હાઈસ્કુલ કેમ્પસ સ્થિત રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં અંદાજે ૫૦૦ જેટલી દિકરીઓ માટે કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન ડ્રાઈવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આજે યોજાઈ હતી. આ વેકસીનેશન ડ્રાઈવની શરુઆત મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રુપાણીએ દીપપ્રાગટય કરી કરાવેલ હતી. આ વેકસીનેશન ડ્રાઈવમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર ડો. નેહલભાઈ શુકલ, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. અર્જુનસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, સુરેન્દ્રસિંહ વાળા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:13 pm IST)