Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ મ.ન.પા.ના ૩૧માં મ્યુ.કમિશનર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો

ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પારદર્શક અને ઝડપી કામગીરીઃ નિયત સમયમાં દરેક વિકાસકામો પૂર્ણ કરવા ભરપૂર પ્રયાસો થશે

શહેરીજનોનું જીવનધોરણ સુધરે તેવા પ્રયત્નો કાયમી રહેશે : ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને ૧૦૦% વેકસીનેશનના ટાર્ગેટથી રસીકરણનું આયોજન ઝડપી બનાવાશે : સવારે ૧૦.૩૦ વાગ્યે કચેરીએ પહોંચીને કામગીરી શરૂ કરી દીધી

શહેરના ૩૧માં મ્યુ. કમિશનર તરીકે યુવા આઇ.એ.એસ. અધિકારી અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો તે વખતની તસ્વીરમાં ડે.કમિશનર શ્રી નંદાણી પાસેથી પ્રાથમિક માહિતી મેળવતા શ્રી અરોરા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા.ના ૩૧માં મ્યુ. કમિશનર તરીકે પંચમહાલથી બદલી પામીને આવેલા યુવા આઇ.એસ. અધિકારી અમિત અરોરાએ આજે સવારે ૧૦.૩૦ વાગ્યે ખુલતી કચેરીએ જ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. આ તકે તેઓએ પત્રકારો સાથેની પ્રાથમિક શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી દરેક કામગીરીમાં પારદર્શકતા અને નિયત સમય મર્યાદામાં દરેક વિકાસકામો પૂર્ણ થાય તે માટેના ભરપુર પ્રયાસો કરશે.

આઇ.આઇ.ટી.માં બી.ટેક - એમ.ટેક.ની ડયુઅલ ડીગ્રી અને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ ધરાવતા અમીત અરોરા ટેકનીકલ ક્ષેત્રના અભ્યાસુ છે. આથી આ ક્ષેત્રમાં તેઓ પોતાના અભ્યાસનો મહત્તમ લાભ પ્રજાકિય કામગીરીમાં થાય તે માટે બનતા પ્રયાસો કરશે તેવી કટીબધ્ધતા શ્રી અરોરાએ આ તકે વ્યકત કરી હતી.

નવનિયુકત કમિશનરશ્રીએ ખાસ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીમાં કોવિડ - વેકસીનેશનની સુરક્ષા જરૂર છે ત્યારે રાજકોટમાં ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને ૧૦૦ ટકા વેકસીનેશન માટેનો ટાર્ગેટ સેટ કરી સૌ પ્રથમ તેનું આયોજન ઝડપી બનાવાશે.

ઉપરાંત ચોમાસામાં જે વિસ્તારોમાં પાણી ભરાતા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને સુચના અપાશે.

જ્યારે ચુટાયેલા પદાધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી અને શહેરીજનોનું જીવન-ધોરણ સુધરે તે માટે પાણી, રસ્તા, ગટર, લાઇટ, બ્રીજ વગેરે કામગીરી સમયમર્યાદામાં થાય તે માટે સમયબધ્ધ આયોજન કરવામાં આવશે તેમ નવનિયુકત મ્યુ. કમિશનર શ્રી અરોરાએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું.

રાજકોટ મ.ન.પા.ના અત્યાર સુધીનાં મ્યુ. કમિશ્નરશ્રીઓની નામાવલી 

નામ

શરૂઆતની તા.

પૂર્ણ થયેલ તા.

વી. ક્રિષ્નામૂર્તિ

૧૯-૧૧-૧૯૭૩

ર૧-૧ર-૧૯૭૩

એન. એમ. બીજલાણી

રર-૧ર-૧૯૭૩

૦૪-૦૩-૧૯૭૪

ટી.સી.એ. રંગાદુરી

૦પ-૦૩-૧૯૭૪

૦પ-૦૯-૧૯૭૪

ટી.વી.ક્રિષ્નામૂર્તિ

૧પ-૧૦-૧૯૭૪

૧૬-૦૬-૧૯૭૬

અશોક ભાટીયા

૧૭-૦૬-૧૯૭૬

ર૩-૦૩-૧૯૭૯

પી.જી.રામરાખીયાણી

૨૭-૦૬-૧૯૭૯

૦૪-૧૦-૧૯૭૯

પી.કે.દાસ

૧૦-૧૦-૧૯૭૯

૩૦-૦૪-૧૯૮૦

આર.રામભદ્રન

૦૧-૦૫-૧૯૮૦

૦૨-૦૬-૧૯૮૧

ડી સી. બાજપાઇ

૦૨-૦૬-૧૯૮૧

૨૨-૧૦-૧૯૮૧

જી.આર.વિરદી

૨૨-૧૦-૧૯૮૧

૨૨-૦૪-૧૯૮૩

દેવેન્દ્ર સિકરી

૧૪-૦૬-૧૯૮૩

ર૩-૦૭-૧૯૮પ

સી.જે.જોઝ

૨૪-૦૭-૧૯૮૫

૦૫-૦૧-૧૯૮૬

એસ જગદીસન

૨૦-૦૧-૧૯૮૬

૦૫-૧૦-૧૯૮૭

એસ.આર.રાવ

૦૯-૧૦-૧૯૮૭

૨૯-૦૮-૧૯૮૮

આર.બેનરજી

૦૩-૧૦-૧૯૮૮

૦૫-૦૬-૧૯૮૯

અમરજીતસિંહ

૦૩-૦૭-૧૯૮૯

૦૮-૦૭-૧૯૯૧

આઈ.પી.ગૌતમ

૦૯-૦૭-૧૯૯૧

૨૦-૦૩-૧૯૯૪

જી.આર. એલોરિયા

૨૦-૦૩-૧૯૯૪

૨૭-૦૫-૧૯૯૭

પંકજકુમાર

૨૮-૦૫-૧૯૯૭

૧૫-૦૫-૧૯૯૮

રાજ ગોપાલ

૨૬-૦૫-૧૯૯૮

૨૦-૦૪-૨૦૦૦

જે પી પી ગુપ્તા

૨૧-૦૪-૨૦૦૦

૧૮-૦૪-૨૦૦૨

પંકજ જોશી

૦૩-૦૫-૨૦૦૨

૧૧-૧૨-૨૦૦૩

મુકેશકુમાર

૧૨-૧૨-૨૦૦૩

૦૬-૦૩-૨૦૦૭

બી.એચ.ઘોડાસરા

૦૭-૦૩-૨૦૦૭

૧૧-૧૦-૨૦૦૭

આરતી કંવર

૧૨-૧૦-૨૦૦૭

૨૮-૦૩-૨૦૦૮

ડી.એચ.બ્રહ્મભટ્ટ

૨૯-૦૩-૨૦૦૮

૧ર-૦૭-૨૦૧૧

અજય ભાદુ

૧૨-૦૭-૨૦૧૧

૦૫-૦૭-૨૦૧૪

વિજય નેહરા

૦૭-૦૭-૨૦૧૪

૨૩-૦૯-૨૦૧૬

બંછાનિધિ પાની

૨૩-૦૯-૨૦૧૬

૦૪-૦૯-૨૦૧૯

ઉદિત અગ્રવાલ

૦૪-૦૯-૨૦૧૯

ર૪-૦૬-ર૦ર૧

અમીત અરોરા

ર૪-૦૬-ર૦ર૧ થી

 

(3:12 pm IST)