Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટનો વિકાસ-એઇમ્સમાં ઝડપી કામ તે ફર્સ્ટ કામગીરીઃ અરૂણ મહેશબાબુ

શાનદાર સ્વાગતઃ રાજકોટના પ૦મા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યોઃ પત્રકારો સાથે ટુંકી વાતચીતઃ કોરોના-વેકસીન અંગે તમામ સાથે મીટીંગ

રાજકોટના નવા પ૦મા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો...આજે તેમણે કોરોના-વેકસીન અને રાજકોટના વિકાસ કામો અંગે તમામ અધીકારીઓ સાથે બેઠક યોજી છે.

રાજકોટ તા. ર૪: રાજકોટના પ૦મા કલેકટર તરીકે ગઇકાલે સાંજે અમદાવાદથી રાજકોટ આવી શ્રી અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો ત્યારે તેમનું શાનદાર સ્વાગત કરાવ્યું હતું, તેઓ આવી પહોંચ્યા ત્યારે તેમને એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, અન્ય પ્રાંત અધિકારીઓએ શણગારેલ કચેરી સાથે આવકાર્યા હતા, બાદમાં ચેમ્બરમાં કલેકટરશ્રી રેમ્યા મોહને તેમને પુષ્પ ગુચ્છથી આવકારી ચાર્જ સોંપ્યો હતો, અને સીટીસી ફોર્મ ભરાવ્યું હતું.

ચાર્જ સંભાળ્યા બાદ નવા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની ટુંકી વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટનો સર્વાંગી વિકાસ અને એઇમ્સમાં કામગીરી ઝડપી બને તે માટે ફર્સ્ટ કામગીરી રહેશે, તેમણે આજે બપોરે ૧ર વાગ્યાથી કોરોના અને ઝડપી વેકસીન અંગે ડીડીઓ, ઉપરાંત તમામ ડે. કલેકટરો-ડોકટરો સાથે મહત્વની મીટીંગ યોજી છે.

અત્રે એ નોંધનીય છે કે નવા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ ર૦૧૩ની બેચના અધિકારી છે, રાજકોટના અનુભવી છે, ર થી ૩ વર્ષ પહેલા કોર્પોરેશનમાં તેઓ ડે. કમીશ્નર (ASI) તરીકે ફરજ બજાવી ચૂકયા છે, રાજકોટની પ્રજા પણ ઝડપી વિકાસ કામો અંગે અપેક્ષા રાખી રહી છે.

(11:52 am IST)