Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

શનીવારથી રાજકોટ એસટીના નવા બસ સ્ટેશન ઉપર ઉચ્ચ અધીકારીઓની અગ્નિ પરિક્ષાઃ એકી સાથે ૩પ૦ બસો ઉમેરાશે

સેનેટાઇઝર-ફરજીયાત માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ સહિતનું રાઉન્ડ ધ કલોક એનાઉન્સમેન્ટ માટે આદેશો : કયા રૂટની બસે કયા પ્લેટ ફોર્મ ઉપર જવુ તે માટે ર૦ સુપરવાઇઝરનો અલગ સ્ટાફ ઉતારતા ડીસી યોગેશ પટેલ

રાજકોટ તા. ર૪ : ઢેબર રોડ ઉપર ૧૧પ૦૦ ચો.મી.જગ્યા ઉપર પાંચ માળનું રાજકોટ એસટી ડીવીઝનનું નવુ બસ સ્ટેશન શરૂ થઇ ગયું, લોકોએ સૂવિધા સદર્ભે  આવકાર આપ્યો, હાલ તો રોજની ઝાલાવાડ અને ગુજરાત તરફની થઇને કુલ ૧૭પ બસો ઉપડેછે, અને તે અંગે વ્યવસ્થા કરાઇ છે.

પરંતુ ખરી અગ્નિ પરીક્ષા ઉચ્ચ અધિકારીઓની થશે, કારણ કે શનિવારથી બીજી ૩પ૦ બસો નવા બસ સ્ટેશનમાં સવારે ૭ વાગ્યાથી ઉમેરાશે અને તેના પરિણામે બસ ડેપોની અંદર જ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય તો નવાઇ નહી તેમ ચર્ચાય રહ્યું છે.

શનિવારથી નવા બસ સ્ટેશન ઉપરથી કચ્છ-ભૂજ-ભાવનગર-અમરેલી-જૂનાગઢ-ગીરસોમનાથ-મોરબી તરફની થઇને તમામ બસો ઉપડવાની છે, હવે બહારથી આવતી બસે કયા પ્લેટ ફોર્મ ઉપર જવુ તે ખબર ન હોય અને બીજા પ્લેટ ફોર્મ ઉપર ગાડી થોભાવી દે તો ટ્રાફીક જામના દ્રશ્યો અને અફડાતફડી સર્જાય, અને લોકોમાં પણ બસ પકડવા દોડધામ થાય, આથી આવુ ન થાય તે માટે ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે બહારથી આવતી બસોના ડ્રાઇવર-કંડકટરોને માટે અને માસ્ક - સેનેટાઇઝર-સોશ્યલ ડીસ્ટન્સ સહિતની બાબતો જળવાય રહે તે માટે અત્યારથી જ ર૦ સૂપરવાઇઝરોની ફોજ ઉતારી દિધી છે, એટલૂ જ નહી નવા બસ સ્ટેન્ડના બંને દરવાજા બે-બે સૂપરવાઇઝરો પણ મૂકી દિધા છેે, જો બહારથી આવતી બસના ડ્રાઇવરને કયા પ્લેટફોર્મ ઉપર બસ પાર્ક કરવી તે જણાવશે, હવે ૧લી જૂલાઇથી બસોના રૂટો પણ વધે તેવી શકયતા ઉચ્ચ વર્તુળો દાખવી રહ્યા છે.

(4:26 pm IST)