Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ગેસલાઈનનો વાલ્વ તૂટતા ૪૦૦ ઘરમાં ચુલા બંધ

ગોપાલ ચોકમાં કોર્પોરેશનના કોન્ટ્રાકટરના ડેમ્પરે વાલ્વ તોડી નાખતા ઘટના સર્જાઈ

રાજકોટ, તા. ૨૪ :. શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રાંધણ ગેસની પાઈપ લાઈનનો વાલ્વ તુટતા આ વિસ્તારના ૪૦૦ મકાનોમાં આજે સવારે ૧૧ - ૨ વાગ્યા સુધીમાં ગેસના ચુલા બંધ રહેતા  ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ વોર્ડ નં. ૯માં સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, અક્ષર સ્કુલ સામે આવેલ ગેસ પાઇપ લાઇનના વાલ્વ ઉપરથી આ વિસ્તારમાં કોર્પોરેશનના કોમ્યુનીટી હોલનું બાંધકામ કરતા કોન્ટ્રાકટરનું લોખંડના સળીયા ભરેલુ ડમ્પર પસાર થતા વાલ્વ તુટી ગયો હતો.

આથી ગેસ લીકેજ થતા તુરત જ ગેસ કંપનીએ સમારકામ શરૂ કરાવેલ. જો કે આમ છતાં બેના ત્રણ કલાક સુધી ગેસ લાઇન બંધ રહેતા બપોરનું ભોજન બનાવવામાં ૪૦૦ મકાનોની ગૃહીણીઓને ભારે મુશ્કેલી પડી હતી.

(4:16 pm IST)