Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

દારૂની ૭ર બોટલ અને ૧૪૪ ચપલા ભરેલી રીક્ષામાંથી સોહીલ વઢીયાણી પકડાયો

નવાગામ આવાસ યોજના કવાર્ટર પાસે બી ડીવીઝન પોલીસનો દરોડોઃ શાહરૂખની શોધખોળ

રાજકોટ તા. ર૩: શહેરના નવાગામ આવાસ યોજનાના કવાર્ટર પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂ અને દારૂના ચપલાના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ, મનોજભાઇ, અજયભાઇ, પરેશભાઇ, સિરાજભાઇ ચાનીયા, મનોજભાઇ અને સમીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિરમભાઇ, સીરાજભાઇ અને પરેશભાઇને મળેલી બાતમીના આધારે નવાગામ આવાસ યોજનાના કવાર્ટરના ગેઇટ પાસે દરોડો પાડી જીજે.-૭ વીવી-૪ર૦૦ નંબરની રીક્ષામાંથી રૂ. ર૮,૮૦૦ની કિંમતની દારૂની ૭ર બોટલ અને રૂ. ૧૪૪૦૦ના ૧૪૪ ચપલા સાથે મનહરપરાના સોહીલ સલીમભાઇ વઢીયાણી (ઉ.વ. ૧૯) ને પકડી લીધો હતો. જયારે નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતો શાહરૂખ મહંમદભાઇ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(3:21 pm IST)