Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

મોદીએ ત્રાસવાદનો સફાયો કર્યો તેથી ભારત પરના હુમલા બંધ : શબ્દશરણ બ્રહ્મભટ્ટ

રાજકોટ લોકસભા ક્ષેત્રમાં ભાજપની વિડીયો કોન્ફરન્સ રેલીને સંબોધતા પ્રદેશ મહામંત્રી

રાજકોટ જિલ્લા ભાજપ આયોજિત વર્ચ્યુઅલ રેલી પ્રસંગની તસ્વીર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ડી.કે. સખિયા, મોહનભાઇ કુંડારિયા, કુંવરજીભાઇ બાવળિયા, પ્રકાશ સોની, ભાનુભાઇ મેતા વગેરેએ સંબોધન કર્યુ હતું.

રાજકોટ તા. ર૪ : ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટએ પ્રદેશ કાર્યાલય ખાતેથી અને રાજકોટ જીલ્લાના ભાજપા અધ્યક્ષ ઙિકે.સખીયાએ રાજકોટ ખાતેથી ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા રાજકોટ લોકસભાની વર્ચ્યુઅલ જનસંવાદ બેઠકને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહએ સત્તાના સૂત્રો સંભાળતાજ અડચણ રૂપ આ વર્ચ્યુઅલ બેઠકમાં સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઇ કણજારીયા, મહામંત્રી ભાનુભાઇ મેા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેબીનેટમંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મોરબી જીલ્લા મહામંત્રીઅ હિરેનભાઇ પારેખ તથા જ્યોતિસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાવજીભાઇ મેતલિયા તથા શ્રીમતી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા.

ડી.કે.સખીયાએ જણાવ્યું હતુ઼ કે, માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારનું એક જ મિશન છે. પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુકત ભારત એ જ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય લક્ષ્ય છે. ભારતના પુનઃ નિર્માણ માટે સામાજીક-આર્થિક પરીવર્તન માટે ભાજપાનો પ્રત્યેક કાર્યકર હંમેશા કાર્યરત હોય છે.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી.

પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટએ પ્રથમ ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિતે શબ્દાંજલી અર્પી જણાવ્યું હતું કે, આજે વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીની સમસ્યા ચાલી રહી છે. ત્યારે કોરોના સામેની લડાઇ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશના બંધુઓ એક અવાજે એક અને નેક બનીને કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. રાષ્ટ્રવાદના સિદ્ધાંત પર પ્રથમ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. જયારે ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીએ 'એક દેશમે દો વિધાન, દો પ્રધાન નહિ ચલેંગે' ના સુત્ર સાથે દેશભરમાં લડતના મંડાણ શરૂ કર્યા અને દેશની એકતા અને અખંડીતતા માટે ૩૭૦ અને ૩પ-એની કલમને નાબુદ કરવા બલિદાન આપ્યું કોંગ્રેસની મુસ્લિમોની તૃષ્ટિકરણને કારણે ૭૦ વર્ષ સુધી કલમને દુર કરી નહિ. જનસંઘ અને ભાજપાની સ્થાપનામાં જ આ કલમો દુર કરવા  સંકલ્પો લીધા હતા જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહએ સત્તાના સુત્રો સંભાળતાજ અડચણરૂપ ૩૭૦ અને ૩પ-એ ની કલમોને હટાવીને ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યુ કોંગ્રેસએ કયારેય આતંકવાદ સામે કડક પગલા લીધા ન હોવાને કારણે ભારત દેશની સરહદો ૭૦ વર્ષ સુધી સળગતી રહી. કોંગ્રેસની માનસિકતા હિન્દુ વિરોધ જ રહી છે. મુસ્લિમોની તુષ્ટિકરણને કારણે પાકિસ્તાન સામે કોઇ દિવસ કડક પગલા ન લેતા કોંગીના શાસનમાં આતંકવાદીઓ છાસવારે હુમલાઓ કરીને જતા રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસનધુરા સંભાળતા આતંકવાદીઓનો સફાયો કર્યો છે. જેને કારણે ભારતમાં થતા હુમલાઓ બંધ થઇ ગયા છે.

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ તમામ વર્ગો, સમાજને તેમજ યુવાનો-મહિલાઓ-ખેડુતો-નાના ઉદ્યોગકારો-નાના વેપારીઓને સહાયો આપીને વિકાસને વેગ આપ્યો છે.

આ બેઠકને રાજકોટ જીલ્લા ભાજપાના પ્રભારીશ્રી પ્રકાશભાઇ સોનીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં વર્ચ્યુઅલ સંવાદ બેઠકનું સંચાલન રાજકોટ જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ કરેલ હતું.

(3:19 pm IST)