Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

હત્યાની કોશિષના ગુનામાં જામીન મંજુર થયા બાદ શરતોનો ભંગ કરતા જામીન રદ

રાજકોટ તા.૨૪: અત્રે ભકિતનગર પોલીસ સ્ટેશન સમક્ષ ભારતીય દંડ સહિતાની કલમ-૩૦૭,૩૨૬,૩૦૪,૫૦૬ (૨) ૪૪ અને ૧૧૪ મુજબના ગુન્હાના કામે ફોજદારી કેસ થી ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી તેજસ દિવ્યેશભાઇ રાઠોડ દ્વારા રેગ્યુલર જમીન અરજીના કામે જામીન મુકત થવા કરેલ અરજી શરતોને આધીન મંજુર થયેલ જે શરતોનો ભંગ થવા બદલ અને મુળ ફરીયાદી શારદાબેન રવજીભાઇ શીશાંગીયાને ધાક ધમકી આપી સમાધાન કરવા ફરી ગુન્હો કરતા ભકિતનગર પોલીસસ્ટેશન સમક્ષ મુળ ફરીયાદીએ ફરીયાદ અરજી કરેલ છતા કાર્યવાહી નહી થતા જામીન રદ કરાવવા મુળ ફરીયાદીએ અરજ ગુજારતા શરતોના ભંગને માની મુળ ફરીયાદીના એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયાની રજુઆત ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પી.એન.દવે આરોપી તેજસ દિવ્યેશભાઇ રાઠોડના જામીન રદ કરતો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદી શારદાબેનને ધાકધમકી આપી સમાધાન કરવા દાબ-દબાણ લાવવા પ્રયત્ન કરતા તેજસ દિવ્યેશભાઈ વિરૂદ્ધ શારદાબેન દ્વારા ફરીયાદ અરજી કરેલ અને બાદમાં મુળ ફરીયાદી શારદાબેન શીશાંગીયા એ જામીન રદ કરવા સેસન્સ અદાલત સમક્ષ અરજ ગુજારતા તેજસ દિવ્યેશભાઈ રાઠોડના જામીન રદ કરતો હુકમ ફરમાવેલ અને જ્યુડી. કસ્ટડીમાં લેવા હુકમ ફરમાવેલ હોય પરંતુ હાઈકોર્ટમાં જવા સમય માંગણી કરતા હાલ ૧૦ દિવસમાં જામીન રદ કરતા હુકમની અમલવારી મોકુફ રાખી જામીન રદ કરતો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

મુળ ફરીયાદી શારદાબેન રવજીભાઈ શીશાંગીયા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા તથા હિરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદીપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, પિયુષ કોરીયા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન તથા કરન ડી. કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

(4:02 pm IST)