Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

કસ્તુરબા ગર્લ્સ સ્કુલ ખાતે યોગ શીબીર

 મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કસ્તુરબા હાઇસ્કુલ, માસ્તર સોસાયટી ખાતે તાજેતરમાં યોગાશન શીબીરનું આયોજન કરાયુ હતુ. તંદુરસ્ત દીકરી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે તે વાતને લક્ષ્યમાં રાખીને શાળામાં દૈનિક ક્રિયામાં યોગાસન અને પી.ટી. નિયમિત કરાવવામાં આવે છે. દરમિયાન વિશ્વ યોગ દિવસ નિમિતે વિશેષરૂપમાં યોગ શીબીર ગોઠવવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટ અલ્પનાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ ગીરીશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ મુકતાબેન હિરપરા, સુરભીબેન ત્રિવેદી દ્વારા યોગ ક્રિયાનું નિદર્શન કરાયુ હતુ.

(4:02 pm IST)