Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પતંજલી યોગ સમિતિ દ્વારા મહેતા ઉદ્યાનમાં યોગ પ્રશિક્ષણ કેન્દ્રના વર્ગો

રાજકોટ : રૈયા રોડ પર આમ્રપાલી સીનેમા પાછળ આવેલ મહેતા ઉદ્યાનમાં પતંજલી યોગ સમિતિ સાથે સંકળાયેલા દિવ્ય યોગ કલાસને ૧૨ વર્ષ પૂર્ણ થઇ ૧૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મુખ્ય શિક્ષિકા દિવ્યાબેન પારેખ દ્વારા પ.૩૦ થી ૬.૩૦ અષ્ટાંગ યોગ, મુદ્રા, વિજ્ઞાન, ધ્યાન, ચક્ર વિષે સચોટ માહીતી સાથે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. સહાયક શિક્ષક તરીકે કિરણબેન ઠકકર, આશાબેન દફતરી પણ સેવા આપી રહ્યા છે. તદન નિઃશુલ્ક ધોરણે ચાલી રહેલ આ યોગ વર્ગમાં સૌ કોઇ જોડાઇ શકે છે. આ યોગ કેન્દ્ર દ્વારા સમયાંતરે વૃક્ષરોપણ, નિરાધાર દિકરીઓને કરીયાવર આપવા જેવી પ્રવૃત્તિ પણ કરે છે. તસ્વીરમાં યોગ કલાસ લેતા દિવ્યાબેન પારેખ અને વિવિધ આસનો તથા મુદ્રામાં અન્ય બહેનો નજરે પડે છે.

(3:58 pm IST)