Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાંથી બેટરી ચોરતા ભુરાને સિકયુરીટીએ પકડ્યો

રૈયાધારમાં રહેતાં શખ્સને રંગેહાથ પકડી પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર ખિસ્સા કાતરૂઓ અને બીજા ગઠીયાઓ 'કળા' કરવા પહોંચી જાય છે. જો કે આવા શખ્સો સિકયુરીટીની ઝપટે ચડી જતાં પોલીસને સોંપાય છે. વધુ એક વખત સિકયુરીટીએ એક શખ્સને ચોરી કરતાં પકડી લીધો છે. રૈયાધાર સ્લમ કવાર્ટરના રવિ ઉર્ફ ભુરો દિલીપભાઇ ગોહેલને રિક્ષામાંથી બેટરી ચોરતાં રંગેહાથ પકડી લઇ પોલીસને સોંપાયો છ.ે

પોપટપરા-૧૬માં રહેતાં સુલેમાનભાઇ ગુલાબભાઇ માણેકના સગા શેરબાનુબેન સિવિલ હોસ્પિટલમાં ઇએનટી વિભાગમાં પાંચમા માળે દાખલ હોઇ તેમણે પોતાની રિક્ષા જીજે૦૩એએકસ-૬૮૭૨ પાર્કિંગમાં રાખી હતી. મોડી રાત્રે સિકયુરીટી ગાર્ડ સિકંદર શેખ રાઉન્ડમાં નીકળતાં પાર્કિંગમાં રાખેલી રિક્ષામાંથી એક શખ્સ બેટરી કાઢીને ઉભો હોઇ તેને દબોચી લઇ પોલીસને જાણ કરી હતી.

(3:51 pm IST)