Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભગવતી પરા અનુ કુબલીયાપરામાં જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

બી ડીવીઝન પોલીસે મેરૂ, જીતેન્દ્ર, રવિ, સિકંદર અને હિતેશ તથા થોરાળા પોલીસે સુનિલ, શંભુ અને ભરતને દબોચ્યા

રાજકોટ તા ૨૪  : શહેરના ભગવતીપરા ઓવરબ્રીજ નીચે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ અને થોરાળા પોલીસે કુબલીયાપરામાંથી ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એફ. ડામોર તથા એ.એસ.આઇ. સુધાબેન પાદરીયા, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન, મહેશભાઇ, હરપાલસિંહ, કિરણભાઇ, મનોજભાઇ તથા હંસરાજભાઇ સહિત પેટ્રોલીંગમાં  હતા ત્યારે બાતમીના આધારે ભગવતીપરા ઓવરબ્રીજ નીચે દરોડો પાડી બ્રીજની સીડી પાસે જુગાર રમતા ભગવતી પરા-૭ ના મેરૂ રામભાઇ ધરજીયા (ઉ.વ.૨૨), ભગવતીપરાના જીતેન્દ્ર ભુપતભાઇ વિજવડીયા (ઉ.વ.૨૩), ભગવતીપરા-૧ નો રવિ રાજુભાઇ ટોળીયા (ઉ.વ.૨૮) અને કોઠારિયા સોલવન્ટ શેરી નં.૫ ના  હિતેશ પ્રભુભાઇ બાદ્રુકીયા (ઉ.વ.૨૨) ને પકડી લઇ રૂા ૧૨૭૦૦/ ની રોકડ તથા મોબાઇલ ફોન સહિત રૂા ૨૬૨૦૦/- ની મતા કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. બી.આર. વાસાણી, સહદેવસિંહ તથા રોહીતભાઇ સહિતે બાતમીના આધારે કુબલીયાપરા મચ્છી ચોકમાં દરોડો પાડી જુગાર રમતા લાલપરી તળાવ પાસે યુવરાજનગર મફતીયા પરાનો સુનિલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૧૯), કુલીયાપરા-પ નો શંભુ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૪), અને માયાણીનગર શેરી નં.૫ નો ભરત મુળુભાઇ વાઘેલા (ઉ.વ.૪૮) ન. પકડી લઇ રૂા ૩૪૩૦/- ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)
  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST