Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સિંધી સમાજ નારી સંમેલન

 ભારતીય સિંધુ સભા અને રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના સૌજન્યથી હેમુ ગઢવી હોલ ખાતે સિંધી સમાજનું નારી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. ૧૨૦૦ થી ૧૫૦૦ ની સંખ્યામાં મહીલાઓએ ઉપસ્થિત રહી સંમેલન સફળ બનાવ્યુ હતુ. કાર્યક્રમનું દીપપ્રાગટય સંત બાબા ટહેલીયારામ દરબારના ગુરૂ પૂ. સુખદેવભાઇ મોહીના તથા ઓમ શાંતિના ગુરૂ સલ્લુ દીદીના હસ્તે કરાયુ હતુ. ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. માયા કોડનાણી, મહામંત્રી શ્રીમતી અંજલીબેન, શ્રીમતી મુકિતબેન, જામનગરના ડો. કરીશ્મા નારવાણી ઉપસ્થિત રહેલ. અહીં હેલ્થ સબંધિત માર્ગદર્શન અપાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના શ્રીમતી અનિતાબેન ચાંગરાણી, પ્રમુખ જીતેશભાઇ પુનવા, સેક્રેટરી મંધારામ ધીરવાણી અને મહીલા ટીમના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)
  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST