Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

કોઠારિયા વિસ્તારનાં કપાત મિલ્કત ધારકોને વૈકલ્પીક જગ્યા ફાળવવાઃ રજૂઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૮માં કોઠારિયા, રણુજા-સનાતનપાર્ક વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલીનશન અંગે નોટીસ પાઠવવામાંં આવી છે ત્યારે આ મિલ્કતધારકોને નિયમ મુજબ વૈકલ્પિક જગ્યા ફાળવવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર-વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા અને વિસ્તારવાસીઓની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરે રજુઆત કરી છે આ રજુઆતમાં પૂર્વ શહેર પ્રમુખ મહેશ રાજપુત, કોંગી અગ્રણી મયુરસિંહ જાડેજા, પ્રભાતભાઇ ડાંગર સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:38 pm IST)
  • સપ્તક્રાંતિ ટ્રેનમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે : ભારે અફરાતફરીઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 4:09 pm IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • મૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST