Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

હુડકો ચોકડીએ નકલી મીનરલ વોટર બનાવવાની ફેકટરી ઝડપાઇ

રપ૦ એમએલએમ ૧ લીટર સુધીની બોટલ બનાવાતીઃ પાણીના કોઇ પણ જાતના પરીક્ષણ વિના તથા બીઆઇએસીની મંજુરી વિના થતું હતું ઉત્પાદનઃ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૪:   મહાનગર પાલીકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા બનાવટી પેકેડ મીનરલ ડ્રીન્કીંગ વોટર વેચાતુ અને ઉત્પાદન થતું હોવાની ફરીયાદ મળેલી હતી જે અન્વયે નીચે દર્શાવેલ સ્થળે આજરોજ ફુડ વિભાગની ટીમ દ્વારા ચકાણી કરેલ હતી.

જેમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા આજે બપોરે હુડકો ચોકડીવિસ્તારમાં  નકલી મીનરલ વોટરની ફેકટરીમાં  દરોડા પાડી ઝડપી લેવામાં આવી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય ડો. પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે ફૂડ બિઝનેસ ઓપરેટર ૅં દિવ્યેશ પી. ભટ્ટ ઉ.વ.-૩૦ દ્વારા સંતોષીનગર, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપની પાછળ, ભગવતી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં, રેલનગર પાસે, રાજકોટ ખાતે ધંધાનું સ્થળ, નિયતી બેવરેજીસ, રામનગર-૧, સહજાનંદ હોલની બાજુમાં, હુડકો ચોકડી પાસે, આજીડેમ રીંગ રોડ, રાજકોટ.

સ્થળ તપાસ કરતા ત્યાંથી (૧) પેકેજડ મીનરલ ડ્રીન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવેલ નથી.

(૨) સ્થળ પર મીનરલ વોટર બનાવવા માટેના ઉત્પાદન કેન્દ્રમાં બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) તથા FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમોનું પાલન થતું નથી.

(૩)સ્થળ ઉપર ૨૫૦ એમ.એલ., ૫૦૦ એમ.એલ. તથા ૧ લીટરની પેકેડ પાણીની  નિયતી બ્રાન્ડથી ઉત્પાદન થાય છે.

(૪)પેકેડ પાણીની બોટલ પર કોઈ પણ જાતની મંજુરી વગરના ફૂડ લાયસન્સ તથા BIS ના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરેલ છે.

(૫)આ કામગીરી અંદાજીત બે થી ત્રણ માસથી આ સ્થળે ચાલે છે.

(૬) દરરોજના અંદાજીત ૭૦ થી ૧૦૦ પાણીની બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવે છે વગેરે ક્ષતીઓ જોવા મળેલ.

આથી સ્થળ ઉપર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે નીચે દર્શાવેલી કામગીરી ફૂડ ટીમ દ્વારા કરેલ.(૧) સ્થળ પર રોજકામ કરી સ્થળ પરનો તમામ પાણી બોટલનો જથ્થો સીઝ કરેલ છે.

(૨)લોકોના આરોગ્ય સાથે ચેડા અટકવવા ઉત્પાદન કેન્દ્રના માલીકણે સ્થળ ઉપર ઉત્પાદન ન કરવા જણાવેલ છે.

(૩) પેકેડ મીનરલ વોટર માટેની મંજુરી આપતી ઓથોરીટી BIS (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) ના સ્થાનિક અધિકારીને જાણ કરેલ છે જેના દ્વારા BIS ના નિયમો મુજબ ફોજદારી તથા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(૪) સ્થળ ઉપરથી પેકેડ મીનરલ વોટર બોટલના પાણીના સેમ્પલ પરીક્ષણ અર્થે લીધેલ હતો તેમ નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)