Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

લોહાણા મહાજન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન શિબિરનું નિઃશુલ્ક આયોજન

ગુજરાત સરકાર દ્વારા થતી વિવિધ સરકારી ભરતીઓ, રેલ્વે, સ્ટાફ સિલેકશન વિગેરેની ભરતીઓ સંદર્ભે જ્ઞાતિના વિદ્યાર્થીઓને એેક્ષપર્ટ ફેકલ્ટીઝ દ્વારા ઘનિષ્ઠ માર્ગદર્શન અપાશે રીઝલ્ટ તથા જોબ ઓરીએન્ટેડ પ્રિપેરેશનમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ દર અઠવાડીયે એક દિવસ બે કલાક માટે આયોજન તા.રપ જુન, મંગળવારથી ફોર્મ વિતરણ

રાજકોટ, તા., ૨૪: હાલના સમયમાં દિવસે દિવસે બિઝનેસ (ધંધા) માં હરીફાઇ વધતી જાય છે, નફો ઘટતો જાય છે, ધંધાર્થીઓ વધતા જાય છે, રોકાણ વધતું જાય છે તથા દિન પ્રતિદિન ગ્રાહકોની સર્વિસ ડીમાન્ડ વધતી જાય છે ત્યારે હાલની યુવા પેઢીને સરકારી નોકરીનું જબ્બરદસ્ત આકર્ષણ હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહયું છે.સતા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી, હેન્ડસમ સેલેરી આપતી તથા ભવિષ્યમાં પ્રમોશન મેળવીને તમામ ક્ષેત્રે અપગ્રેડ થવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવાનો હાલમાં સોનેરી સમય ચાલી રહયો છે.

કેન્દ્ર તથા રાજય સરકારના વિવિધ વિભાગોમાં નોકરીઓનો વરસાદ વરસી રહયો છે ત્યારે લોહાણા મહાજન રાજકોટ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા થતી વિવિધ સરકારી ભરતીઓ (તલાટી, પીએસઆઇ, નાયબ મામલતદાર, સિનીયર તથા જુનીયર આસીસ્ટન્ટ (કલાર્ક), જીપીએસસી વર્ગ-૧અને ર,  સી. ટી. આઇ. વિગેરે)ે રેલ્વે, સ્ટાફ સિલેકશન વિગેરેમાં થતી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં સિલેબસ પ્રમાણે વિવિધ વિષયોમાં એક્ષપર્ટ ફેકલ્ટીઝ દ્વારા ઘનિષ્ઠ માર્ગદર્શન આપવામાં આવશે. સમયાંતરે ટેસ્ટ લઇને મુલ્યાંકન પણ કરવામાં આવશે.અઠવાડીયામાં એક દિવસ બે કલાક માર્ગદર્શન અપાશે.

રીઝલ્ટ તથા જોબ ઓરીએન્ટેડ પ્રિપેરેશન કરાવનાર આ શિબિરમાં જોડાવા ઇચ્છતા લોહાણા જ્ઞાતિના ભાઇ-બહેનો માટે  વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ રાખેલ છે. નામ નોંધાવવા તથા ફોર્મ મેળવવા માટે તા. રપ થી ર૭ જૂન, મંગળ-બુધ-ગુરૂ-ર૦૧૯, સાંજે પ થી ૭ દરમ્યાન લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક,રાજકોટનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

શિબિરમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારે પોતાના આધારકાર્ડની ફોટોકોપી(જો આધારકાર્ડ ન હોય તો અન્ય ફોટો આઇડી), પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તથા છેલ્લે પાસ કરેલ ડીગ્રી પરીક્ષાની ઝેરોક્ષ(ફોટોકોપી) સાથે લાવવાનું પણ યાદીમાં જણાવાયું છે.

(11:55 am IST)