Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

મનહરપરાનો સદામ ૨૭૬ બોટલ દારૂ સાથે ઝડપાયોઃ રમજાન ફકીરની શોધ

ક્રાઇમ બ્રાંચના વિજયસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી નાના મવા સર્કલ પાસે કવાર્ટર નજીક દરોડો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચની ટીમે બેડીપરા ફાયર બ્રિગેડ પાછળ મનહરપરા-૧માં રહેતાં સદામ કયુમભાઇ સદાડીયા (સિપાહી) (ઉ.૨૨)ને નાના મવા સર્કલ પાસે આરએમસી કવાર્ટર બ્લોક નં. ૧૭ની સામેથી રિક્ષામાં રૂ. ૮૨,૮૦૦ના ૨૭૬ બોટલ દારૂ સાથે ઝડપી લઇ કુલ રૂ. ૧,૩૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, બંને ડીસીપી અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજયસિંહ, ફિરોઝભાઇ અને યોગીરાજસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા સદામે પોતે રમજાન ફકીર પાસેથી આ દારૂ લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(11:55 am IST)