Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

રાજકોટમાં ભીમ અગિયારસે જૂગારના ૬ દરોડાઃ ૧.૩૪ લાખ સાથે ૪૪ પકડાયા

રાજકોટઃ ભીમ અગિયારસને દિવસે ઠેર-ઠેર જૂગાર રમાયો હતો. પોલીસે ૬ સ્થળે દરોડા પાડી ૪૪ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૩૪,૦૯૦ની રોકડ કબ્જે લીધી હતી. જેમાં બી-ડિવીઝન પોલીસે બે, કુવાડવા અને તાલુકા પોલીસે એક-એક તથા ક્રાઇમ બ્રાંચે બે દરોડા પાડ્યા હતાં.

બી-ડિવીઝન પોલીસે લાલપરી શેરી નં. ૬માં મનુ જીવાભાઇ સાલાણીના મકાનમાં દરોડો પાડી તેને તથા લીંબા કરસનભાઇ સોલંકી, હસમુખ ઉકાભાઇ મોળતરીયા, રાજુ હરજીભાઇ સોલંકીને પકડી લઇ રૂ. ૯૭૫૦ કબ્જે લીધા હતાં.

બી-ડિવીઝન પોલીસે બીજો દરોડો લાલપરી મફતીયાપરામાં સાગર પાનવાળી શેરીમાં પાડી જાહેરમાં પતા ટીચતા રમેશ નારણભાઇ મકવાણા, વિનોદ રમેશભાઇ બાંભવા, વિજય મનજીભાઇ મકવાણા, સુરજ ચંદુભાઇ સાકરીયા, વલ્લભ હમીરભાઇ રાઠોડ, અમરશી આંબાભાઇ રાઠોડ, મહમદ રફીકભાઇ મેસાણી અને મહેશ વિનોદભાઇ તલસાણીયાને પકડી લઇ ગંજીપાના તથા  રૂ. ૧૧૫૦૦ રોકડા કબ્જે લીધા હતાં. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ ડામોર, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ જે. ધગલ, કોન્સ. અજીતભાઇ લોખીલ, પ્રકાશભાઇ ખાંભરા, કિરણભાઇ પરમાર, મનોજભાઇ મકવાણા, મહેશભાઇ ચાવડા, રાજદિપસિંહ ઝાલા સહિતે દરોડા પાડ્યા હતાં.

કુવાડવાના બેડલા ગામે દેનાબેંકની બાજુમાં રહેતાં પોપટ વિનુભાઇ સોરાણીના ઘરમાં કુવાડવા પોલીસે દરોડો પાડી તેને તથા અશોક આંબાભાઇ ઝીંઝરીયા, સંજય બાબુભાઇ મકવાણા, હરેશ કરસનભાઇ ગોવાણી, નરેશ બાબુભાઇ મકવાણા, રાજેશ વાઘજીભાઇ ધોરાળીયા, ધીરૂ ઉકાભાઇ કાગળીયા, કાનજી પુંજાભાઇ મકવાણા, ડાયા બચુભાઇ સાકરીયા, હેમત હમીરભાઇ ધરજીયા અને કિશન વિનુભાઇ વનાળીયાને પકડી લઇ રૂ. ૧૨૧૭૦ રોકડા અને રૂ. ૧૧૫૦૦ના પાંચ મોબાઇલ ફોન મળી રૂ. ૨૩૬૭૦ની મત્તા કબ્જે લીધી હતી. પી.આઇ.  મોડીયાની રાહબરીમાં પીએસઆઇ ઝાલા, એએસઆઇ રાયધનભાઇ ડાંગર, કોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા, રાજેશભાઇ, દિલીપભાઇ, મનીષભાઇ, હરેશભાઇ સહિતના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો.

તાલુકા પોલીસ મથકના સ્ટાફે અવધ પાર્ક-૩ મવડીમાં રહેતાં રમેશ કાનજીભાઇ ટીંબડીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા રાજેશ ઘોઘાભાઇ ટીંબડીયા, ગીરીશ નરસીભાઇ સીદપરા અને શૈલેષ ભીખાભાઇ પાનસુરીયાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૦૩૫૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં  પીએસઆઇ ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ, નગીનભાઇ, અરણજભાઇ, એ. કે. કવાડીયા, ગોપાલસિંહ, હિરેનભાઇ, રાહુલભાઇ, તોરલબેન જોષી સહિતે આ દરોડો પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે હડમતીયા (બેડી) ગામે સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમી રહેલા નિલકંઠ પાર્ક રાજકોટના વિરભદ્રસિંહ પરાક્રમસિંહ ગોહિલ, નરેશ ધનાભાઇ બાંભવા, ખોડા ઉર્ફ લાલો કેશુભાઇ છીપરીયા, વાઘજી રણછોડભાઇ મકવાણા, રોહિત રાયધનભાઇ ડાવેરા, દાના નવઘણભાઇ બાંભવા, હરેશ ઉર્ફ ધમો રવજીભાઇ મકવાણા, કિશોરહિં મનહરસિંહ જાડેજા અને રાજદિપસિંહ મનહરસિંહ જાડેજાને પકડી લઇ રૂ. ૩૩૮૨૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સામતભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, સંજયભાઇ કુમારખાણીયા, શોૈકતખાન, યોગીરાજસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે બીજો દરોડો આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક-૩માં રહેતાં રાજેશ ટપુભાઇ રાઠોડના મકાનમાં પાડી તેને તથા વિજય રાજેશભાઇ રાઠોડ, જયદિપ રાજેશભાઇ રાઠોડ, મિલન સુરેશભાઇ મંડલી, નાગરાજ મંગળુભાઇ ધાધલ, જનક નાગદાનભાઇ ચાવાડ, માનસ પંડિતભાઇ નેનુજા, શરદ ભગવાનદસા નિમ્બાર્ક અને અલ્પેશ ભગવાનદાસ નિમ્બાર્કને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૬૫૦૦ રોકડા તથા નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૯૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ દરોડામાં પીએસઆઇ બી. ટી. ગોહિલ, પ્રદિપસિંહ જાડેજા, અમીન ભલુર, વિક્રમ લોખીલ, કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ, પ્રદ્યુમનસિંહ, જીજ્ઞેશ સહિતના જોડાયા હતાં.

(12:03 pm IST)