Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીએ ખોટી રીતે કાપેલ રકમ વ્‍યાજ-ખર્ચ સહીત ચુકવવા ગ્રાહક ફોરમનો આદેશ

રાજકોટ તા.ર૪ : અત્રે યુનીવર્સલ સોમ્‍પો જનરલ ઇન્‍સયોરન્‍સ કાુ.લી.એ ગ્રાહકનાં ખોટી રીતે કાપેલ ઇન્‍સ્‍યોરન્‍સની રકમ ચડત વ્‍યાજ અને ખર્ચ સહિત ચુકવવા રાજકોટનાં અધિક જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમે હુકમ કરેલ હતો.

આ કામે ફરીયાદી અમીતભાઇ મનસુખભાઇ કુકડીયા પોતાના ફેમીલીનાં સભ્‍યો માટે યુનીવર્સલ સોમ્‍પો જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કાુ.લી.પાસેથી મેડીકલેમ ઇન્‍સયોરન્‍સ પોલીસી લીધેલ હતી. મેડીકલેમ ઇન્‍સયોરન્‍સ પોલીસ સમય દરમ્‍યાન તેઓના પત્‍નિ સેજલબેનને રાજકોટ હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ કરેલ જે બદલ તેઓને થયેલ ખર્ચ મુજબ રકમ મેળવવા માટે ઇન્‍સયોરન્‍સ કંપનીમાં કલેઇમ કરેલ હતો. પરંતુ ઇન્‍સયોરન્‍સ કંપની દ્વારા ખોટી રીતે ખોટા બહાનાઓ બતાવી અમુક રકમ ચુકવેલ નહી. જે બદલ ફરીયાદીએ તેઓના એડવોકેટ મારફત ઇન્‍સયોરન્‍સ કંપનીને લીગલ નોટીસ આપેલ. ઇન્‍સયોરન્‍સ કંપની દ્વારા કોઇ જવાબ કે કલેઇમની રકમ ન મળતા ફરીયાદીએ પુરેપુરી રકમ ન મળતા રાજકોટના અધિક જિલ્લા ગ્રાહક તકરાર નીવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી.

આ ફરીયાદ ચાલતા એડવોકેટ રજનીક એમ.ડીયાની રજુઆત, દલીલ અને પુરાવા ધ્‍યાને લઇને ફોરમના પ્રમુખ કે.એમ.દવે તથા સભ્‍ય ટી.જે. સાંકલાએ સદરહું ફરીયાદ મંજુર કરીને સામાવાળા યુનીવર્સલ સોમ્‍પો જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કાુ.લી.ને ફરીયાદ દાખલ કર્યાથી વાર્ષિક ૬ ટકાના ચડત વ્‍યાજ અને ખર્ચ દિવસ ૩૦ માં ચુકવી આપવા હુકમ કરેલ.

આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ રજનીક એમ. કુકડીયા તથા અજયસિંહ એલ. ચુડાસમાં રોકાયેલ હતા.

(3:28 pm IST)