Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સદર બજાર જેનીશ પેલેસ હોટેલના પાર્કિંગમાં આગઃ ધૂમાડાના ગોટેગોટા

લોકોના ટોળા ઉમટયાઃ વિજ સપ્‍લાય બોર્ડમાં આગ લાગી હતી

રાજકોટઃ શહેરના સદર બજાર મેઇન રોડ પર આવેલી હોટેલ જેનીશ પેલેસના પાર્કિંગમાં આગ લાગ્‍યાની જાણ થતાં ફાયર ફાઇટરોએ પહોંચી આગ બુઝાવી હતી. આગ હોટેલના પાર્કિંગમાં આવેલા વિજળી સપ્‍લાયના બોર્ડમાં લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા નીકળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આગને કારણે પાર્કિંગની દિવાલો કાળી થઇ ગઇ હતી.  આગથી મોટી નુકસાની થતી અટકી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:41 pm IST)