Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

વર્ષો બાદ આજે રવિવારે રાજકોટમાં બજારો ખુલ્લી રહી : કોર્પોરેશનની સૂચના મુજબ આજે બેકી નંબરના સ્ટિકર ધરાવતી દુકાનો અને આવતા રવિવારે 1 નંબરનું સ્ટિકર ધરાવતી દુકાનો ખુલ્લી રહી શકશે

રાજકોટ : કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4 માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં પણ એકી અને બેકી સંખ્યા દુકાનો ખુલ્લી રાખવા માટેની મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે રવિવારે બેકી એટલે કે, જે દુકાનો બહાર 2 નંબરનું સ્ટીકર લગાવામાં આવ્યું છે, તે દુકાનો ખુલ્લી રાખી શકશે તેવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવતા રવિવારના દિવસે પણ રાજકોટની મોટાભાગની બજારો ખુલ્લી જોવા મળી હતી. 

રાજકોટના યાજ્ઞિક રોડ, લીમડા ચોક, કેનાન રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેતા લોકો પણ બહાર જોવા મળ્યા હતા. સામાન્ય દિવસોમાં રાજકોટમાં રવિવારે બજારો બંધ જોવા મળે છે. પરંતુ લોકડાઉનને પગલે હાલ રાજકોટમાં રવિવારે પણ બજારો ખુલ્લી જોવા મળી હતી.

(3:23 pm IST)