Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ઇદની ઉજવણી સાદાઇથી કરવા ઉલેમાઓની અપીલ

રાજકોટ તા. ર૩ :.. હાલમાં કોરોના વાયરસ સામે દેશ જજુમી રહયો છે. અને તેના માટે લોકડાઉન લાગૂ છે અને તમામ ધર્મસ્થાનોમાં લોકોને એકત્ર થવા ઉપર મનાઇ છે અ નિયમનું પાલન કરીને મુસ્લિમોએ રમઝાન મહીનાની ઇબાદત ઘરમાં જ કરેલ છે તે જ રીતે ઇદની નમાઝ પણ ઘરમાં જ પઢવા માટે રાજકોટ શહેરના ઉલેમાઓએ અપીલ કરી છે.

ઇદની નમાઝ મસ્જીદોમાં ચાર લોકો જ પઢશે.  જે લોકો સામેલ ન થઇ શકે તેઓ ઉપર ઇદની નમાઝ લાગૂ નહીં થાય આથી તે લોકો મસ્જીદોમાં ઇદની નમાઝ થઇ ગયા પછી પોતાના ઘરોમાં ચાર  રકાત  કે બે  ચાશ્તની નમાઝ પઢી ૩૪ વાર તકબીરે તશ્રીક પઢવાથી ઇદની નમાઝનો સવાબ મળશે.

આજે કોરોના સંક્રમણથી વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે સાદાઇથી ઇદની ઉજવણી કરીએ સાથે ગરીબોની પણ મદદ કરી તેઓને પણ ઇદની ખુશીમાં સામેલ કરીએ જરૂરી છે. ઇદની નમાઝ પછી કોરોના વાયરસ દુર થાય અને દેશમાં અમન, શાંતિ, સલામતી, ભાઇચારો બન્યા રહે તે માટ દુઆ કરવા સૌને આ યાદીમાં હાફિઝ અકરમ (સદર જુમ્આ મસ્જીદ), સૈયદ મહેબુબબાપુ (રઝાનગર) સૈયદ મુજબ હિદઅલીબાપુ (શહર જામ્એ મસ્જીદ) એ અંતમાં જણાવ્યું છે.

(3:06 pm IST)