Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આશાપુરાનગરમાં આવારા તત્વોથી પોલીસ રક્ષણ આપવા વયોવૃધ્ધની રજૂઆત

'પોલીસને બોલાવ જોવ છું: શું મારૂ કરી લે છે' કહી બે કોળી શખ્સો ધમકાવે છેઃ પોલીસ કમિશનરને અરજી

રાજકોટ તા. ર૪ :.. હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા આશાપુરાનગર શેરી નં. ૧૧ માં આવારા તત્વોના ત્રાસના લીધે વયો વૃધ્ધે પોલીસ કમિશનર સમક્ષ લેખીત ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ હુડકો પોલીસ ચોકી પાછળ આશાપુરાનગર શેરી નં. ૧૧ માં રહેતા નાનજીભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.૭૭) (કડીયા) એ પોલીસ કમિશનરને કરેલી લેખીત ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પત્ની તથા માનસીક અસ્થીર પુત્ર સાથે રહે છે. ઘર પાસે રહેતો લાલીયો કોળી અને પશીયો કોળી નામના શખ્સો છરી લઇને દારૂ પીધેલી હાલતમાં ઘરમાં આવેલ અને છરી બતાવી મકાન પચાવી પાડવાના ઇરાદે ધમકી આપતા પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ત્યારે લાલીયાએ 'તારા પોલીસ વાળાને બોલાવ હું અહીયા ઉભો છું. જોવ છું. પોલીસ શું મારૂ કરી લે છે' તેમ કહેતા પોતે ગભરાઇને ત્યાંથી જતા રહ્યા હતાં. આ બંને શખ્સો અવારનવાર દારૂ પીને ધાક ધમકીઓ આપે છે આથી આ શખ્સોના ત્રાસથી મુકત કરાવી રક્ષણ આપવા બાબતે વૃધ્ધે જણાવ્યું છે.

(4:11 pm IST)