Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ન્યુ રાજકોટના વિવિધ વિસ્તારમાંથી ૧૭.પ કિલો પ્લાસ્ટીક જપ્ત : ૧પ હજારનો દંડ

રાજકોટ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી કોઇપણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે ત્યારે પાન માવા પ્લાસ્ટીક વાપરવા સામે પ્રતિબંધ હોવા છતાં પાન-માવા પ્લાસ્ટીક વપરાશ કરતા વેસ્ટ ઝોન ખાતે આજ રોજ શાસ્ત્રીનગર મે. રોડ સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ, ઇન્દીરા સર્કલ, ઓમનગર સર્કલ, ૪૦ ફુટ રોડ, મવડી મે. રોડ, ગુરૂગોલવાલકર રોડ વગેરે વિસ્તારોમાં વેસ્ટ ઝોનની સોલીડ વેસ્ટર્ન શાખા દ્વારા ચેકીંગ કરી પ૩ દુકાનોમાંથી ૧૭.પ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૧પ હજારનો દંડ વસુલ્યો છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા મ્યુ. કમિશનરના આદેશ અન્વયે ઇસ્ટ ઝોન નાયબ કમિશનર ચેતન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં કુલ ત્રણ ટીમો માફત મદદનીશ ઇજનેર રાકેશ શાહની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા, પીયુષ ચૌહાણ, સંજયભાઇ દવે, મૌલેષ વ્યાસ, મનોજ વાઘેલા, કૌશિક ધામેચા તથા એસ.એસ.આઇ. સંજય ચાવડા, ગૌતમ બાલાભાઇ, નીલેશ ડાભી, ભાવેશ ઉપાધ્યાય, વિશાલભાઇ, વિમલભાઇ, ગૌતમભાઇ નીતિનભાઇ, ઉદયસિંહ વગેરે દ્વારા કરવામાં આવેલ છે તેમ વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)