Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

'ધો.૧૨ પછી બેચલર ઇન વોકેશ્નલ શ્રેષ્ઠ કેરિયર વિકલ્પ' : રવિવારે વિનામુલ્યે માર્ગદર્શક સેમીનાર

પરફેકસટ કોલેજ દ્વારા આયોજન : ૩ વર્ષના ડીગ્રી કોર્ષ અંગે માહીતી અપાશે

રાજકોટ તા. ૨૪ : એજયુકેશન સાથે જ સ્કીલ ડેવલપ થાય તેવા નવા જ અભ્યાસક્રમ 'બેચલર ઇન વોકેશ્નલ પ્રોડયુશન ટેકનોલોજી' અંગે વિદ્યાર્થીઓને માહીતગાર કરવા આગામી તા. ૨૬ ના રવિવારે પરફેકસટ કોલેજ દ્વારા એક વિશેષ માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમે જણાવેલ કે તા.૨૬ ના રવિવારે સવારે ૧૧ કલાકે પરફેકસટ કોલેજ ઓફ ટ્રેનિંગ અને એજયુકેશન, પ્રેમ મંદિર રોડ, રૂડા-ર, એ. જી. સ્ટાફ કવાર્ટર સામે, યુનિ.  ગેઇટ ર ની બાજુમાં યોજવામાં આવેલ આ સેમીનાર દરમિયાન વોકેશ્નલ ડીગ્રી કોરસ પ્રવર્તિત શિક્ષણ પધ્ધતિથી માહીતગાર કરાશે. વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને અને રોજગારી મેળવી શકે તે પ્રકારનો વોકેશનલ અભ્યાસક્રમ સરકાર માન્ય યુજીસી અને એઆઇસીટીઅઇ દ્વારા ચલાવવામાં આવતો ત્રણ વર્ષનો ડીગ્રી કોર્ષ છે.

કોર્ષની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ કલાસરૂમના ભણતરની સાથે અઠવાડીએ ૪૦ કલાક ઓન જોબ ટ્રેનિંગ લ્યે છે. મોટી મોટી ટાઇઅપ થયેલ ઇન્ડસ્ટ્રીઝોની પ્રત્યક્ષ મુલાકાત લેવડાવી સ્કીલ અંગે પ્રેકટીકલી જ્ઞાન અપાય છે. તેમા મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એકિઝટ છે. પ્રથમ વર્ષ પૂર્ણ થતચા ડીપ્લોમાં અને દ્વીતીય વર્ષ પૂર્ણ થતા એડવાન્સ ડીપ્લોમાઁ ડીગ્રી મળે છે. ત્રણ વર્ષ પૂર્ણ કરતા બેચલરની ડીગ્રી મળે છે.

આમ ખુબ ઉપયોગી ગણાતા આ કોર્ષની વધુ માહીતી વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી તા.૨૬ ના રવિવારે એક માર્ગદર્શન સેમીનાર ગોઠવવામાં આવ્યો છે.

આ વિનામુલ્યે સેમીનારમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન માટે પરફેકસટ કોલેજ ઓફ ટ્રેનીંગ અને એજયુકેશન, પ્રેમ મંદિર રોડ, રૂડા-ર, એ.જી. સ્ટાફ કવાર્ટરની સામે, રૂબરૂ અથવા મો.૬૩૫૩૭ ૭૧૫૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયેન કોટેચા (મો.૯૮૨૪૪ ૫૯૦૪૧), કૌશા દોશી, અમિત ઘેલાણી, પ્રતિક મોદી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:04 pm IST)