Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કગથરાના પરિવારને સાંત્વના આપશે ભૂપેન્દ્રસિંહઃ રાત્રે રીબડામાં હાજરી

રાજકોટ બેઠકના વિજેતા મોહનભાઈને અભિનંદન

રાજકોટ, તા. ૨૪ :. રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના યુવાન સુપુત્ર વિશાલનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેના દુઃખમાં ભાગ લેવા અને સાંત્વના આપવા તેઓ કગથરા પરિવારના નિવાસ સ્થાને જનાર છે. રાત્રે રીબડામાં પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના જન્મ દિન નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપશે.

શ્રી ચુડાસમાએ રાજકોટ બેઠકમાં ભાજપના મોહનભાઈ કુંડારીયાના વિજય બદલ ખુશી વ્યકત કરી મોહનભાઈને તેમજ પરિશ્રમની પરાકાષ્ટા સર્જનાર કાર્યકરોને અભિનંદન આપ્યા છે. ભાજપનો સાથ જાળવવા બદલ તેમણે મતદારોનો આભાર માન્યો છે.

(4:02 pm IST)
  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • રાજસ્થાનના સીએમ ગેહલોટ હવે રાહુલ ગાંધીની કરશે મુલાકાત :લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે access_time 2:06 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST