Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વોર્ડ નં. ૧રના જશરાજનગરમાંથી અ...ધ...ધ ૧પ ભૂતિયા નળ કનેકશન ઝડપાયા

મ્યુ.કોર્પોરેશનની વોટર ચેકીંગ સ્કોડ દ્વારા કાર્યવાહીઃ તમામ કનેકશન કપાત

રાજકોટ તા. ર૪ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા મ્યુ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વોર્ડ નં.૧ર માં આવેલ જશરાજનગરમાં ચેકિંગ કરવામાં આવતા ૧પ ભૂતિયા નળ કનેકશન ઝડપાયા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૧રમાં આવેલ જશરાજનગર શેરી -૪-પમાં પાણી ચેકીંગ કરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન અડધાઇંચના પ ભૂતિયા નળ કનેકશન મળી આવતા તમામ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા.

(4:01 pm IST)
  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • ઉત્તર ભારત - કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે : તમિલનાડુ- તેલંગણા અને અંદમાનના ટાપુ ઉપર પણ વરસાદની આગાહી : એમ.પી., મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પ્રચંડ હિટવેવ : ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, ઓરીસ્સામાં પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહેશે access_time 2:20 pm IST