Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મગજના કેન્સરમાં સ્ટીરીયોટેકટીક રેડીયોર્જટી કરતા સ્ટર્લિંગના ડો.કેતન કાલરીયા

એક જ સીટીંગમાં બ્રેઈન ટયુમર દૂર થઈ સફળ સારવાર

રાજકોટઃ પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો.કેતન કાલરીયા, ઝોનલ ડિરેકટર ઘનશ્યામ ગુસાણી અને ચીફ મેડીકલ ઓફીસર ડો.પ્રફુલ ધારાણી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૪: શહેરની સ્ટર્લિંગ હોસ્પીટલમાં જાણીતા રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો.કેતન  કાલરીયાએ મગજના કેન્સરની સફળ સરવાર કરી છે.

આ કેસની પત્રકારપરીષદમાં માહિતી આપતા રેડિએશન ઓન્કોલોજીસ્ટ ડો.કેતન કાલરીયા જણાવે છે કે એક ૬૦ વર્ષની મહિલાને જૂન ૨૦૧૮માં જમણીબાજુના સ્તનમાં ગાંઠ હોવાની ફરિયાદ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવેલા હતા. ગાંઠ ખુબ જ મોટી હોવાની સાથે કેન્સર સ્ટેજ -૪ હોવાનું માલુમ પડ્યું. ત્યારબાદ કીમોથેરાપીનાં ૪ ડોઝ આપવામાં આવ્યા અને કીમોથેરાપી આપ્યા બાદ ઓપરેશન દ્વારા જમણી બાજુના સ્તન અને ગાંઠ દુર કરવામાં આવ્યા. સારવારના ભાગરૂપે ફરીથી કીમોથેરાપીના ૪ ડોઝ આપવામાં આવ્યા અને સ્ટેજ -૪નું કેન્સર એટલે કે લગભગ અશકય જણાતી સારવારમાં પણ સફળતા મળી.

કીમોથેરાપી પુરી કર્યા બાદ પુરા શરીરનો પેટ સ્ક્રીન કરતા માલુમ પડ્યું કે મહિલાને બીજા બધા અવયવોમાંથી કેન્સરની બિમારી દુર થઈ ગઈ હતી. પરંતુ મગજમાં ૧૨મીમી અને ૭ મીમીની બે ગાંઠો જોવા મળી. જેનું એમઆરઆઈ કરી કન્ફોર્મ કરવામાં આવ્યું અને એ પણ કેન્સરની ગાંઠ હોવાનું માલુમ પડ્યું જે સ્તન કેન્સરથી જ ફેલાયેલી હતી.

હવે આ ગાંઠની સારવાર અતિ જટિલ અને જોખમકારક હતી. કારણકે મગજના અમુક ભાગમાં ગાંઠ ઓપરેશન દ્વારા પણ દૂર કરવી શકય હોતી નથી. જે ડો.કેતન કાલરીયાના નિદાન અને ઓપિનીયન મુજબ આ કેસની સારવાર આધુનિક ટેકનોલોજી ગણાતી સ્ટીરીઓટેકિટક રેડિયોસર્જરી દ્વારા શકય હતી.

દર્દીના સગાની સંમતિ સાથે આ સારવાર કરવાનો નિર્ણય લેવાયો હતો, પરિણામ સ્વરૂપે મગજની ગાંઠ એસઆરએસ દ્વારા ફકત એક સીટીંગમાં સફળતા પૂર્વક દૂર કરવામાં આવી અને દર્દીને નવજીવન મળ્યું છે.

એસઆરએસ વિશે વધુ માહિતી આપતા ડો.કેતન કાલરીયા જણાવે છે કે એસઆરએસ એવી તકનીક છે કે જેનાથી મગજના જટિલ ભાગોમાં રહતી બિમારી (ગાંઠ)ની સારવાર મગજના કાપાકૂપી વાળા ઓપરેશન અને એનેસ્થેસિયા વગર સરળતાથી રેડિએશન વડે થઈ શકે છે. જેમાં દર્દીને કોઈપણ પ્રકારની આડઅસર અને મુશ્કેલી પડતી નથી. આ તકનીકનો ઉપયોગ મગજની જેમ જ કરોડરજજુ અને મણકામાં થયેલી કેન્સરની ગાંઠની સારવાર માટે પણ સફળતા પૂર્વક કરી શકાય છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેકટર શ્રી ઘનશ્યામ ગુસાણી તથા ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો.પ્રફુલ ધારાણી આ તકે વધુ માહિતી આપતા જણાવેલ કે સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કેન્સર માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંપૂર્ણ અને શ્રેષ્ઠ સારવાર એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ છે. જે અંતર્ગત રેડિએશનથેરાપી (શેક આપવા), કીમોથેરાપી અને કેન્સર માટેના ઓપરેશન વગેરે માટે સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.

રેડિએશન દ્વારા સારવાર થઈ હોવાથી મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આ સારવાર નિઃશુલ્ક અપાઈ હતી, ઉપરાંત આવા જવલ્લેજ જોવા મળતા કિસ્સાઓમાં સફળતા મેળવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

(4:00 pm IST)
  • અમદાવાદના દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ગરમ ઓઇલ પડતાં કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી access_time 2:11 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • ૩૦મીએ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે શપથ લેશે નરેન્દ્રભાઇ મોદીઃ તે પૂર્વે જ સંભવત માતા હિરાબાના આશિર્વાદ લેવા ગાંધીનગર આવશેઃ અમિતભાઇ પણ પ્રચંડ વિજય વધાવવા માટે ગુજરાત આવશે અને શપથ લીધા પછી વારાણસીની પ્રજાનો આભાર માનવામાનવા કાશી જશે વડાપ્રધાન access_time 1:01 pm IST