Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાષ્ટ્રવાદ-વિકાસવાદ અને ભારતના દેશવાસીઓની જીત

એન.ડી.એ.ને પૂર્ણ બહુમતી મળવા બદલ નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને અભિનંદન પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ તા. ર૪: લોકસભા ર૦૧૯ની ચુંટણી પરિણામમાં ભાજપ અને સાથી પક્ષોની એન.ડી.એ.ની પૂર્ણ બહુમતીથી જીત થયેલ છે. આ જીત રાષ્ટ્રવાદ, વિકાસવાદ અને સમગ્ર દેશવાસીઓની જીત છે. માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીની પાંચ વર્ષની કામગીરીને દેશવાસીઓએ સ્વિકારી ફરી ભાજપ તરફી જનાદેશ આપેલ છે. રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહની કુનેહ અને દુરંદેશીના કારણે તેમજ ભારતીય જનતા પક્ષના તમામ હોદેદારશ્રીઓ, કાર્યકર્તાઓની મહેનત ફરી છે તેમ મેયર બિનાબેન આચાયૃ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારમાં પારદર્શક, વહીવટી, ત્વરિત નિર્ણય અને પ્રજાલક્ષી કાર્યો કરી રાજયના વિકાસને આગળ વધારેલ છે. તેના કારણે રાજયની લોકસભાની ર૬ બેઠકો પ્રાપ્ત થયેલ છે.

દેશમાં ભાજપ એન.ડી.એ.ને ભવ્ય સફળતા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ દેશના ભારતીય જનતા પક્ષના તમામ હોદેદારો, કાર્યકરો વિગેરેને હૃદયપૂર્વક અભિનંદન તેમજ દેશના મતદારોનો આભાર વ્યકત કરેલ છે.

(3:52 pm IST)