Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આગાખાન કાઉન્સીલ દ્વારા કાલથી બે દિ' 'એથીકસ ઇન એકશન' એકઝીબીશન

વિશ્વ લેવલે થઇ રહેલ માનવતાવાદી પ્રવૃત્તિઓનો ચિતાર અપાશે

રાજકોટ તા. ૨૪ : આગાખાન કાઉન્સીલ ફોર ઇન્ડીયા અને આગાખાન કાઉન્સીલ ફોર રાજકોટના સંયુકત ઉપક્રમે કાલથી બે દિવસ માટે રાજકોટમાં 'એથીક ઇન એકશન' શીર્ષકતળે એકઝીબીશન ગોઠવવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે આગાખાન કાઉન્સીલ દ્વારા જે કોમ્યુનીકેશન પોર્ટફોલીયો ચલાવવામાં આવે છે. તેના ભાગરૂપે રાજકોટમાં આ એકઝીબીશન ગોઠવવામાં આવેલ છે.

મેસોનીક હોલ, ભૂતખાના ચોક, રાજકોટ ખાતે તા. ૨૫ અને ૨૬ એમ બે દિવસ સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી ચાલનાર આ એકઝીબીશનમાં એથીકસ ઇન એજયુકેશન, એથીકસ ઇન ગવર્નન્સ, એથીકસ ઇન હેલ્થ એમ નવ અલગ અલગ એથીક પર પોસ્ટર પ્રેઝન્ટેશન થશે.

આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા વિશ્વભરમાં થઇ રહેલ માન કલ્યાણની પ્રવૃત્તિઓને લોકો સમક્ષ મુકવા પ્રયાસ થશે.

શહેરના નામાંકિત ડોકટરો, વકીલો, આર્કીટેચકર, અધિકારીઓ, પદાધીકારીઓને નિમંત્રિત કરાયા છે. શહેરના નગરજનોએ આ વિનામુલ્યે પ્રદર્શનનો અચુક લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રેસીડેન્ટ સોહીલ હમીદ મો.૯૮૨૪૮ ૬૫૮૫૬ અને સેક્રેટરી આશીક નાથાણી (મો.૯૮૯૮૨ ૧૦૩૧૦) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:51 pm IST)