Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આરોગ્ય શાખાનો રાત્રી રાઉન્ડ : ખાણી-પીણીથી ૮૬ રેકડીઓમાંથી ર૭ કિલો અખાદ્ય બરફ - સડેલા લીંબુ વગેરે ચીજ-વસ્તુઓનો નાશ

આઇસ્ક્રીમ સહિત સોડા-સ્પ્રાઇટ- માઝા વગેરે ઠંડા પીણાઓનાં ૮ નમૂનાઓ લઇ લેબોેરેટરી તપાસમાં મોકલાયા : રર વેપારીઓને નોટીસ અપાઇ

રાજકોટ, તા. ર૪ : મ્યુ. કોર્પો. આરોગ્ય શાખાએ ઉનાળાની ઋતુમાં અખાદ્ય આઇસ્ક્રીમ બરફ ઠંડા પીણા વગેરેને કારણે ખોરાકજન્ય રોગચાળો અટકાવવા માટે ગઇ રાત્રે રાત્રી રાઉન્ડની કામગીરી હાથ ધરી ખાણી-પીણીની ૮૬ રેકડીઓમાંથી બરફ-સડેલા લીંબુ વગેરે જેવી ર૭ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. તેમજ આઇસ્ક્રીમ અને ઠંડા પીણાનાં ૮ નમૂનાઓ લઇ રર વેપારીઓને નોટીસો આપી હતી.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની યાદીમાં જણાવાયા મુજબ ઉનાળાની ઋતુ દરમ્યાન તથા ખોરાકજન્ય અટકાયતી પગલાના ભાગરૂપે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ૧૫૦' રીંગ રોડ, રેસકોર્ષ, ગાયત્રીનગર રાત્રી રાઉન્ડ દરમ્યાન આવેલ ૮૬ રેંકડીમાં સઘન ચકસણી હાથ ધરેલ છે તથા ફુડ બિઝનેશ ઓપરેટરોને સ્થળ પર પુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંગે માર્ગદર્શન આપેલ છે. અને ફુટ ચેકીંગ કામગીરી દરમ્યાન જોવા મળેલ ક્ષતીઓ બાબતે ૨૨ (બાવીસ) વેપારીઓને નોટીસ તેમજ ૨૭ કિ.ગ્રા. આખાદ્ય બરફ, લીંબુનો નાશ કરાયો હતો.

આ ઉપરાંત ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ેકટની જોગવાઇ અન્વયે ઉનાળાની ઋતુને અનુલક્ષીને ખાદ્યપદાર્થોના નમુનાઓ ફુડ સેફટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકરી લેબમાં મોકલાવેલ છે.

જેમાં સ્ટ્રોબેરી ફલેવલર્ડ આઇસ્કારીમ લીંબુ સોડા, નામની દુકાનમાંથી , માઝા રેડી ટુ સર્વ ફ્રુટ ડ્રીંગ (૧.૨૫ લીટર), સ્પ્રાઇટ કાર્બોનેટેડ બેવરજીસ (૧.૨૫ લીટર) સ્વસ્તીક એન્ટરપ્રાઇ જુનુ માર્કેટીંગ યાર્ડમાંથી, દાવત બેવરેજીસ જીસ (૧.૨૫ લીટર), દાવત બેવરેજીસ ઓરેંજ (૧.૨૫ લીટર) પ્રેક્ષ કોર્પોરેશન ૫-રઘુવીરપરા, કુવાડવા રોડમાંથી, મોન્સટર એનર્જી કાર્બોનેટેડ કેફીનેટેડ બેવરેજીસ (૩૫૦ મિ.લી.પેકડ) બીયર એન્ડ બાઇટસ શિલ્પન ટાવર્સ સામે, સાધુવાસવાણી રોડ ખાતેથી, મોમાઇ કેસર પીસ્તા મીડીયમ ફેટ આઇસ્ક્રીમ (૭૫૦ મિ.લી.પેકડ) મોમાઇ પ્રા.લી. સેલ્ફી પોઇન્ટ, સાધુવાસવાણી રોડ ખાતેથી, માવા બદામ મિલ્ક શેઇક (લુઝ) સંતુષ્ટી શેઇક એન્ડ મોર યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકીની સામે વગેરે નમુનાઓ લઇ રાજય સરકારની બરોડા સ્થીત ફુડ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

(4:09 pm IST)