Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રેસકોર્ષના મેદાનમાં આજથી ત્રિદિવસીય ફૂડ ફેસ્ટીવલનો પ્રારંભ

રાજકોટ, તા. ૨૪ : અહિંના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આજથી સૌપ્રથમવાર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ફૂડ ફેસ્ટીવલ 'અર્બન ફૂડ ફેસ્ટ' યોજાઈ રહ્યું છે. તા.૨૪થી ૨૬ (શુક્રથી રવિ) શહેરની સ્વાદપ્રિય જનતાને કંઈક નવું અને ટેસ્ટી ભેટ આપવાના નિર્ધાર સાથે વૈવિધ્યસભર વાનગીઓના રસથાળ લઈને અર્બન ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ૪૦થી વધારે અવનવી ફૂડ વેરાયટીના સ્ટોલ રાજકોટને જલ્સો કરાવી દેશે. લાઈવ ફૂડ ઉપરાંત ફૂડ પ્રોડકટ, પેકડ ફૂડ્સ, એફએમસીજી, હોટેલ, રેસ્ટોરન્ટ સહિતની કેટેગરીના સ્ટોલ તેમજ ડિલીવરી પાર્ટનર તરીકે 'સ્વીગી' ફૂડ ફેસ્ટનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ 'અર્બન ફૂડ ફેસ્ટ'માં ૨૦૦થી પણ વધારે લાઈવ ડીશીસ જેવી કે ચિલ્લા સેન્ડવીચ, બારબેકયુ, પાસ્તા, બિરીયાની, ફેન્સી ચાટ, પોટેટો ટિવસ્ટર, વેફલસ, સેન્ડવીચ, સિઝલર્સ, આઈસ્ક્રીમ સેન્ડવીચ, ફલેવર્ડ મેગી, છોલે ભટુરે, થીક શેઈકસ, ચોકોપુરી વીથ રબડી, ચાઈનીઝ આઈટમ્સ, પકવાન પીઝા, ફૂડ કેન્ડી, કોઠી આઈસ્ક્રીમ, પાણીપુરી, ગુલાબજાંબુ વિવિધ અને નવી ફાસ્ટ ફૂડ આઈટમ્સ વગેરે રજૂ કરાશે. આ ઉપરાંત રાજકોટીયનોને જલ્સો કરાવે તેવા ડેઝર્ટ અને બેવરેજીસ જેવી વાનગીઓ પણ રજૂ થશે.

આ ફૂડ ફેસ્ટીવલની સાથે સાથે લાઈફ સ્ટાઈલ પ્રોડકટના સ્ટોલ અને ૧૫થી વધારે કિડસ વર્કશોપ, લાઈવ મેજીક, હાઉઝી કોમ્પીટીશન, સેલ્ફી ઝોન તેમજ અન્ય એકિટવીટી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ખ્યાતનામ મેજીશીયન ધ્રુવને લઈને માણી શકાશે.

આ ફૂડ ફેસ્ટીવલનો સમય બપોરે ૪ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધીનો રહેશે. આ એકિઝબિશનની વધુ વિગતો માટે રોનક પટેલ મો. ૭૨૨૬૦ ૯૦૯૦૯ અને સંદિપ વાડોદરીયા મો.૯૦૩૩૩ ૯૯૯૮૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)