Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

શહેરમાં ભરાતી અઠવાડિક બજારનાં ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત

રાજકોટ, તા.૨૩: શહેર વિસ્તારમાં ભરાતી નીચે મુજબની અઠવાડીક બજારમાં બેસતા ફેરીયાઓએ રાજકોટ મહાનગરપાલિકામાં અઠવાડીક બજારના ફેરીયા તરીકે રજીસ્ટ્રેશન કરેલુ હોવુ ફરજીયાત છે તેમજ જે-તે મહિનાનો ચાર્જ ભરપાઈ કરેલો હોવો જોઈએ. આ કામે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા નિયતમિત રીતે દરેક અઠવાડીક બજારમાં ફેરીયાઓના આઈ-કાર્ડનું તથા જે-તે મહિનાના ચાર્જની પહોંચનું ચેકીંગ કરવામાં આવશે અને જે ફેરીયા રજીસ્ટર્ડ નહી હોય તેમજ જે-તે મહિનાનો ચાર્જ નહી ભરપાઈ કરેલ હોય, તે ફેરીયાઓને અઠવાડીક બજારમાં બેસવા દેવામાં આવશે નહી અને જરૂર જણાયે તેનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરના (૧)લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે મંગળવાર,(૨) ખોડીયારનગર, કૃષ્ણનગર મે. રોડ બુધવાર,(૩)કોઠારીયા રોડ, હુડકો માર્કેટ    બુધવાર, (૪)રામનગર, ગોંડલ રોડ  શુક્રવાર, (૫)આજીનદી કાંઠે, કપિલા હનુમાન રોડ રવિવારની  અઠવાડીક બજારમાં બેસતા તમામ ફેરીયાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે કે જેમનું રજીસ્ટ્રેશન બાકી હોય તેમણે પ્રોજેકટ વિભાગમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી પોતાનું આઈ-કાર્ડ અચૂક મેળવી લેવુ તેમજ જે-તે માસનો ચાર્જ ભરી પહોંચ મેળવી લેવી. દરેક ફેરીયાઓએ પોતાની સાથે આઈ-કાર્ડ અને પહોંચ ફરજીયાત સાથે રાખવાની રહેશે, તેમ રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખાની યાદીમાં જણાવાયું છે.

(4:54 pm IST)