Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

૨૫મીએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ

રાજકોટના ૩૦ હજાર મળી સમગ્ર ગુજરાતના ૫ લાખ ૩૩ હજાર છાત્રોનું પરિણામ : ઉત્તેજના

રાજકોટ તા. ૨૩ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૭ માર્ચે યોજાયેલ ધો. ૧૨ સામાન્ય પરીક્ષાનું પરિણામ તા. ૨૫ના શનિવારે સવારે વેબસાઇટ ઉપર જાહેર થશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચમાં લેવામાં આવેલ. જેમાં અમરેલી જિલ્લામાં ૧૨,૩૬૪, જામનગર જિલ્લામાં ૯૦૯૧૧, જુનાગઢ જિલ્લામાં ૧૯૨૨૫, રાજકોટ જિલ્લામાં ૩૦૨૦૬, સુરેન્દ્રનગરમાં ૧૩૮૯૦ મળી કુલ ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થીઓએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી જણાવે છે કે, માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ - વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા. ૨૫ મેના શનિવારે સવારે ૮ કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર જાહેર થશે.

(11:49 am IST)