Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રેલનગર વિસ્તારમાં રસ્તાઓમાં ખાડા-ખબડાનું સામ્રાજયઃ કોંગ્રેસ

ચોમાસા પુર્વે શિવાલય એપાર્ટમેન્ટથી હમીરસિંહજી ચોક સુધીના રોડને તાત્કાલીક રીપેર કરોઃ ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૨૪: શહેરના વોર્ડ નં. ૩ ના છેવાડાના વિસ્તાર કે જે કુદકેને ભુસકે આગળ વધી રહયો છે. શહેરની મોટાભાગની આવાસ યોજનાઓના અંદાજીત  પ થી ૭ હજાર આવાસો આ વિસ્તારમાં નિર્માણ પામ્યા છે. તદ ઉપરાંત અનેક ખાનગી સોસાયટીઓ પણ આ વિસ્તારમાં વિકસી રહી છે. આ વિસ્તારનાં રોડ-રસ્તાઓમાં ભંગાણ છે.

આ રોડ રસ્તાઓના પ્રશ્ને અનેક રજુઆતો કરવા છતા વિસ્તારનાં મુખ્ય રસ્તાઓ નિર્માણ થવા પામ્યા નથી. આ તાત્કાલીક ઉકેલવા  કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુનીસીપલ કમિશ્નરને પત્ર પાઠવી  યોગ્ય કરવા જણાવાયું છે.

આ વિસ્તારનો મુખ્ય રોડ એવો શિવાલય એપાર્ટમેન્ટથી હમીરસિંહજી ગોહીલ ચોક સુધીના રોડને ૭.૩૦*૭.૩૦ની ડીઝાઇન બનાવી સમગ્ર રોડને પુનઃ નિર્માણ કરવો અતિ આવશ્યક હોય ગત ચોમાસાથી અત્યાર સુધી આ રોડ અતિ આવશ્યક હોય ગત ચોમાસાથી અત્યાર સુધી આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે. જેનાથી અકસ્માતો સર્જાય છે. અનેક લોકોના હાડકાઓ ભાંગે છે. ૧ વર્ષની રજુઆતોના અંતે મનપાના જવાબદાર અધિકારીઓની ફેંકાફેંકી વચ્ચે હજુ સુધી ફાઇલ ટેન્ડર પ્રક્રિયા પણ પહોંચી નથી. ત્યારે આગામી થોડા દિવસોમાં જ ચોમાસુ આવવાનું છે. અને આખા વિસ્તારને જોડતો મુખ્ય એવો આ રોડ બનવો મુશ્કેલ દેખાઇ રહયો છે. ત્યારે તાત્કાલીક ધોરણે આ રોડનું પુનઃનિર્માણ ન થાય ત્યાં સુધી આ રોડ ઉપર પડેલા ઉબડ-ખાબડ ખાબડાઓને મેટલીંગ તેમજ ડામર કામ કરી થાગડ થીગડ પણ રીપેર કરવામાં આવે છે તો મહદ અંશે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સમસ્યામાં થોડી રાહત થાય તેમ છે.

આ પશ્ન ઉકેલાય નહિતો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમજ તાત્કાલીક આવનાર ચોમાસામાં કુદરતી આફત સમયે કોઇ ગંભીર ઘટના બનશે તો તેની જવાબદારી પણ મ.ન.પાના તંત્રની રહેશે. તેની રહેશે તેમ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ અંતમાં જણાવ્યું હતું.

(4:14 pm IST)