Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વોર્ડ નં. ૯ના અંબિકા પાર્કમાં ૧૦ ભૂતિયા નળ ઝડપાયા

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો ચલાવવામાં આવી રહી છે, આજે વોર્ડ નં.૯ના અંબિકા પાર્કમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

આજના ચેકિંગ દરમ્યાન અંબિકા પાર્ક શેરી નં. ૪ માંથી અડધા ઈંચના ૧૦ ગેરકાયદેસર નળ કનેકશન મળી આવેલ છે, અને ગેરકાયદેસર કનેકશનનો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા. આ તકે કમિશનરશ્રીએ શહેરીજનોને પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા ખાસ વિનંતીસહ અનુરોધ કરતા એમ જણાવ્યું હતું કે, નાગરિકો વર્તમાન ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી પાણીનો બિનજરૂરી વપરાશ ટાળે અને કરકસરયુકત જળ ઉપયોગના આપણા સૌના આ અભિયાનમાં સાથસહકાર આપે તે સમયની માંગ છે.

કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું કે, આગામી ચોમાસા સુધી લોકોને નિયમિતરીતે રોજ પીવાનું પાણી મળી રહે તે માટેના આયોજન અંગે આજે વરિષ્ઠ ઈજનેરો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. લોકોને પાણીણી કોઈ મુશ્કેલી ના પડે તે રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.

ડાઈરેકટ પમ્પિંગ વડે પાણી ચોરી કરનારા આસામીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દંડની કાર્યવાહી કરશે અને ભૂતિયા નળ જોડાણ તત્કાલ કાપી નાંખવામાં આવશે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. (૨૧.૩૦)

(4:13 pm IST)