Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોલસાવાડી સર્કલ પાસે થી રીક્ષામાંથી દારૂની ૩૪ બોટલ સાથે હિતેષ પકડાયો

રાજકોટ તા ૨૪ : કોલસાવાડી સર્કલ પાસે પ્ર નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૩૪ બોટલ સાથે ચાલકને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પી.આઇ. કાતરીયાની સુચનાથી પી.એસ.આઇ એમ.જે.રાઠોડઙ્ગ, હેડ કોન્સ. દેવશીભાઇ, હેમેન્દ્રભાઇ, અરવિંદભાઇ, મોહસીનખાન તથા જયદિપભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે  બાતમીના આધારે જંકશન પ્લોટ કોલસાવાડી સર્કલ પાસે દરોડો પાડી જીટીજે ૫૨૬ નંબરની રીક્ષામાંથી દારૂની ૩૪ બોટલ સાથે હીતેશ ઉર્ફે બંટી સવજીભાઇ બાબરીયા (ઉ.વ.૨૬) (રહે. જામનગર રોડ મનહરપુર) ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

ચુનારાવાડ પાસેથી મકાનમાંથી દારૂ જપ્ત

થોરાળા પોલીસ મથકના એએસઆઇ ડી.કે.ડાંગર તથા નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ સહિતના સ્ટાફે ચુનારાવાડ લાખાજીરાજ શેરી નં.૮ માં દરોડો પાડી મકાનમાંથી દારૂની ૯ બોટલ જપ્ત કરી હતી જયારે કલ્પેશ રમેશભાઇ વાલાણી નાસી જતા શોધખોળ આદરી છે (૩.૧૧)

(4:12 pm IST)