Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

'મોંઘા કર્યા પેટ્રોલના દામ, ભાજપને આપો હવે આરામ': કોંગ્રેસ દ્વારા રેલી - સુત્રોચ્ચાર

રાજકોટ : કેન્દ્રમાં રહેલ ભાજપ સરકારના પ વર્ષ પૂર્ણ થવા આવ્યા છતા મોંઘવારી કંટ્રોલ થવાને બદલે પેટ્રોલ ડીઝલ સહીતના ભાવો આસમાને પહોંચી રહ્યાનો આક્રોશ કોંગ્રેસ આગેવાનોએ વ્યકત કરેલ છે. આક્રોશપૂર્ણ યાદીમાં જણાવાયુ છે કે આપણા દેશની પેટ્રોલીયમ કંપની જે ભુતાન જેવા દેશમાં પેટ્રોલ ડીઝલ સપ્લાય કરે છે ત્યાં તો રૂ.૫૫ જેટલોજ ભાવ છે. આટલો તફાવત શું સુચવે છે? દેશમાં પેટ્રોલના ભાવ રૂ.૭૬ આસપાસ પહોંચતા લોકોની પરેશાનીનો પડધો પાડવા શહેર કોંગ્રેસ સમિતિના જિલલા પ્રમુખ હિતેષભાઇ વોરાની આગેવાની હેઠળ રાજકોટમાં વિશાળ રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં 'દુનિયાભરમાં સોંઘુ પેટ્રોલ, ભાજપ રાજમાં મોંઘુ પેટ્રોલ', 'મોંઘા કર્યા પેટ્રોલના દામ ભાજપને આપો હવે આરામ', 'બહુત હુઇ મહંગાઇ કી માર, અબ તો બદલો મોદી સરકાર' જેવા સુત્રોચ્ચાર સાથે ત્રિકોણબગાથી શરૂ કરાયેલ આ રેલી સીવીલ હોસ્પિટલ ચોકમાં સમાપન પામી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(4:09 pm IST)