Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જીલ્લા ગાર્ડન વિસ્તારના વોંકળામાં રૂ.૩૭.૧૨ લાખના ખર્ચે દિવાલ બનશે

ડો.જૈમન ઉપાધ્યાય, ઉદયભાઇ કાનગડ, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૨૪: શહેરના વોર્ડ નં.૧૪ના જીલ્લા ગાર્ડનમાં આવેલ વોંકળો ખુબજ બિસ્માર થઇ ગયેલ છે. જેથી આ વોંકળામાં રીટેઇનીંગ વોલ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ, જેના અનુસંધાને આજરોજ સ્થાયી સમિતિ દ્વારા જીલ્લા ગાર્ડનમાં આવેલ વોંકળામાં રૂ.૩૭.૧૨ લાખના ખર્ચે રીટેઇનીંગ વોલ કરવાનું મંજુર કરવામાં આવ્યુ છે.

કોપોરેટર ડો.જૈમન ઉપાધ્યાય, ઉદય કાનગડ, કિરણબેન સોરઠીયા તથા વર્ષાબેન રાણપરાના પ્રયત્નો સફળ રહ્યા છે. (૨૩.૧૪)

(4:08 pm IST)