Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રૈયા ચોકડી ઓવર બ્રિજની કામગીરીમાં સુરક્ષાની ઐસી-તૈસીઃ ખુલ્લા ખાડા ગમખ્વાર અકસ્માત સર્જે તેની રાહ જોતું તંત્ર

રાજકોટ : શહેરના રૈયા ચોકડી વિસ્તારમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટ એજન્સી દ્વારા સુરક્ષાના નિયમો અને વ્યવસ્થાની ઐસી-તૈસી કરવામાં આવી રહી છે. કેમકે, પુલ માટે ખોદાયેલા મોટા ખાડાઓ ખુલ્લા છે. જેથી આજુબાજુ મુકાયેલ પતરાની આડશ તુટી ગઇ છે. રાત્રે અહી થી પસાર થતા વાહનો ગમે-તે ઘડીએ ખાડમાં ખાબકે અને  મોટો અકસ્માત સર્જાય તેવી ભીતી સતત વાહન ચાલકોને સતત રહે છે. તસ્વીરમાં અત્યંત જોખમી એવાં ખાડાઓ નજરે પડે છેે. તેમજ ખાડાની કિનારીને અડોઅડ પતરાની ખખડધજ આડશો રખાયેલી નજરે પડે છે. તંત્રની આ ગંભીર બેદરકારી સામે લોક રોષ ભભૂકયો છે. અને આ ખાડો કોઇ ગમખ્વાર અકસ્માત સર્જે તે પહેલા તંત્રવાહકો રૈયા ચોકડી ખાતે રાત્રે ખાડો દેખાય તે માટે લાઇટીંગ અથવા રેડિયમ પટ્ટા સહિતના સુરક્ષાનાં પગલા લ્યે તેવી ઉગ્ર માંગ લોકો ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:07 pm IST)