Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વોર્ડ નં. ૪ ના વિવિધ વિસ્તારના રસ્તાઓ પ૨.પ૦ લાખના ખર્ચે ડામરથી મઢાશે

રાજકોટ, તા.૨૪: શહેરના વોર્ડ નં.૦૪માં શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે વોર્ડ નં.૪માં ચામુંડા પાર્ક, રાજનગર, શિવરંજની, ભોલેનાથ પાર્ક, અંબિકા રેસી. વિગેરે વિસ્તારમાં ડ્રેનેજના ચરેડા મેટલીંગ કરવાનું તથા ટી.પી. સ્કીમ નં.૩૧માં રાજલક્ષ્મી સોસાયટીથી ભગવતીપરા મેઈન રોડ સુધી ટી.પી. રસ્તાનું મેટલીંગ કરવાના કામ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વોર્ડ નં.૦૪ના વિકાસકામો માટે અંદાજે રૂ.૫૨.૫૦ લાખના ખર્ચે વોર્ડ નં.૦૪ના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજના ચરેડા મેટલીંગ કરવાના અને ટી.પી. રસ્તા મેટલીંગ કરવાના કામો મંજુર કરવામાં આવેલ છે. તેમ કોર્પોરેટર અશ્વિન મોલીયા તથા પરેશ  પીપળીયાએ જણાવ્યુ હતું.જેમાં વોર્ડ નં.૦૪માં આવેલ ચામુંડા પાર્ક, રાજનગર, શિવરંજની, ભોલેનાથ પાર્ક, અંબિકા રેસી. વિગેરે વિસ્તારમાં આશરે રૂ.૧૬ લાખના ખર્ચે ડ્રેનેજના ચરેડા મેટલીંગ કરવાનું તથા વોર્ડ નં.૦૪માં ટી.પી. સ્કીમ નં.૩૧માં આવેલ રાજલક્ષ્મી સોસાયટીથી ભગવતીપરા મેઈન રોડ સુધી ટી.પી. રસ્તાનું મેટલીંગ કામ આશરે રૂ.૩૬.૫૦ લાખના ખર્ચે કરવામાં આવનાર છે.વોર્ડ નં.૦૪માં જુદા જુદા વિસ્તારોમાં આ વિકાસલક્ષી કામો થવાથી વિસ્તારવાસીઓને તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. તેમ કોર્પોરેટરની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)