Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બનાવટી તમાકુ અને નકલી બીડીઓ બનાવવાના ગુનામા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ -છુટકારો

રાજકોટ તા. ર૪ : બનાવટી તમાકુ બનાવી રજીસ્ટર્ડ ટ્રેડમાર્કવાળી તમાકુના ડબ્બા તથા પાઉચનો ઉપયોગ કરવા તથા નકલી બીડીઓ બનાવવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ અંગેની વિગત મુજબ ફરીયાદી રમણીકલાલ ઠાકરસીભાઇ પડીયા, રહે. 'પારીજાત' પ્રહલાદ પ્લોટ, ચબુતરા ચોક, રાજકોટવાળાએ આરોપી અશ્વિન કેશવલાલ જીવરાજાની, ભરત કેશવલાલ લુવાણા, પ્રફુલકુમાર ઝવેરચંદ મગીયા, હસમુખ કેશવલાલ જીવરાજાની તથા આરોપી વિજય કેશવલાલ જીવરાજાની વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી.

ફરીયાદની ટુકી હક્કીત એવી કે આરોપીઓ કરણપરા વિસ્તારના અશ્વિન સોપારીવાલા ફલેટમાં પૂર્વ યોજીત ગુનાહીત કાવતરૂ ચલાવી ગેરકાયદેસર રીતે બાબુલ પ્રોડકસ પ્રા.લી.ની બાબુલ જાફરાની ૧૩પ ની તમાકુ તથા ધર્મપાલ પ્રેમચંદ લિ.કાું. દિલ્હીની ઉત્પાદીત બાબા જાફરાની જર્દા ૧ર૦ રજી. ટ્રેડમાર્કવાળી તમાકુ બનાવી તે બનાવટી તે તમાકુ રજી. કંપનીના ખાલી ડબ્બા તથા પાઉચનો ઉપયોગ કરી ડબ્બાના તળીયા ખોલી તેમાં નકલી તમાકુ ભરી ડબ્બાઓને નવા તળીયા રીપેરીંગ કરી બનાવટી તમાકુંનુ ઉત્પાદન બનાવી તેમજ છત્રપતિ સંભાળજી બીડી તથા ભારત બીડી વર્કસ નિર્મિત ૩૦ તીસ નંબરની બીડીઓનું નકલી ઉત્પાન કરી પોતાના કબજામાં રાખી તેમજ અસલ તરીકે વેચીને ફરીયાદી તથા સાહેદોની કંપની અને ગ્રાહકોને આર્થિક રીતે તથા તેમની પ્રતિષ્ઠાને મોટા નુકશાનમાં ઉતારી અને ગ્રાહકોને શારીરક નુકશાનમાં ઉતારી ગેરકાયદેસર લાભ મેળવી ટ્રેડમાર્ક અને સંપતિ ચીન્હનો ઉપયોગ કરી છેતરપીંડી કરી ગુનો કરવા બાબત સી ડીવીઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહરેમાં ફરીયાદ આપેલ અને તપાસના અંતે પોલીસે ચાર્જશીટ કરેલ.

ઉપરોકત કેસ રાજકોટના અધિક ચીફ જયુ.ડી.મેજી.શ્રી એસ.એમ.ગોવાણીની કોર્ટમાં કેસ ચાલતા દરમિયાન આરોપી નં.ર ભરત કેશવલાલ લુવાણ અને આરોપી નં.૩ પ્રફુલકુમાર ઝવેરચંદ મગીયાનું અવસાન થતા તેઓને એબેટ કરવામાં આવેલ અને આખો કેસ ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ તેમજ ફરીયાદ પક્ષ તરફે ફરીયાદીને તપાસતા ફરીયાદી ફરીયાદથી વિપરીત હકીકતો પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવતા હોય તેમજ અન્ય તપાસવામાં આવેલ સાહેદો કે જેઓ આક્ષેપીત બનાવ સાથે સીધા જ સંકળાયેલ તથા અસરકાર સાહેદો હોવા છતાં પોતાના પોલીસ રૂબૂના નીવેદનોથી વિપરીત હકીકતો જણાવતા હોય તેમની જુબાની ફરીયાદને સમર્થન આપતા ન હોય તેમજ સરકારી વકીલની દલીલ તથા આરોપી પક્ષના વકીલ મહેશભાઇ ત્રિવેદીની દલીલો ધ્યાને લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ આરોપીઓ વિરૂધ્ધ નિઃશંકપણે પુરવાર કરી શકતા ન હોય આરોપીઓને તેમની સામેના ઇ.પી.કો.કલમ-૪૮ર, ૪૮૩, ૪૮૬, ૪૮૭, ૪૮૮, ૪ર૦,૧ર૦ (બી) મુજબના ગુનામાંથી નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રીમહેશ ત્રિવેદી , કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, વાસુદેવ પંડયા, કીશન જોષી તથાઘનશયામ અકબરી રોકાયેલા હતા.(૬.૨૪)

(4:03 pm IST)