Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

૯ વોર્ડમાં વોટર વર્કસના ઝોનલ કોન્ટ્રાકટ ૧૫ થી ૨૧ ટકા ઉંચા ભાવે મંજુર કરતી સ્ટેન્ડીંગ

નવા SOR મંજુર કર્યા વગર ભાવ વધારા સાથે ઝોનલ કોન્ટ્રાકટ?

રાજકોટ, તા. ર૪ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં નવા એસ.ઓ.આર. (વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ નક્કી કરવાના મૂળ ભાવ)ને મંજુર કરાવ્યા વગર જ ૯ વોર્ડમાં નવા એસ.ઓ.આર. મુજબ ભાવ વધારા સાથેના કોન્ટ્રાકટ મંજુર થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં. ૯, ૧૧,૪,૧૬,૬,૧૮,૧૩,૧૭ સહિત કુલ ૯ વોર્ડના ૧૩૬૯ પ્રકારના જુદા જુદા ઝોનલ કોન્ટ્રાકટ નવા એઇ.ઓ.આર. મુજબ ૧પ થી ર૧ ટકા ભાવ વધારા સાથે મંજુર કરાયા છે.

૯ વોર્ડમાં રિ-ટેન્ડર

જયારે વોર્ડ નં.૧,ર,૩,પ,૭,૮,૧૦,૧પ, ૧રમાં ઝોનલ કોન્ટ્રાકટ મંજુર કરવાને બદલે રિ-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

સ્ટેન્ડીંગમાં એસઓઆર મંજુર કરાવ્યા વગર ટેન્ડરો પ્રસિદ્ધ

દરમિયાન મ્યુ. કોર્પોરેશનની લોબીમાં એવી ચર્ચા જાગી છે કે નવા એસ.ઓ.આર. સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કરાવવા પડે પરંતુ આ ઝોનલ કોન્ટ્રાકટરના કિસ્સામાં સ્ટેન્ડીંગની મંજુરી લીધા વગર અગાઉથી જ નવા એસ.ઓ.આર. મુજબ ઝોનલ કોન્ટ્રાકટરના ટેન્ડરો પ્રસિદ્ધ કરાવીને કોન્ટ્રાકટરોને ખટાવવાનો પ્રયાસ થયાની ચર્ચા જાગી છે કેમ કે સ્ટેન્ડીંગ કમીટીમાં નવા એસ.ઓ.આર. મંજુરીની અને તે મુજબ ઝોનલ કોન્ટ્રાકટની બંને દરખાસ્તો એક સાથે આવી હતી.

મંજુરીની અપેક્ષાએ ટેન્ડરો પ્રસિદ્ધ થયેલ

દરમિયાન આ બાબતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે એવી સ્પષ્ટતા કરી હતી કે નવા એસ.ઓ.આર. મુજબ ઝોનલ કોન્ટ્રાકટના ટેન્ડરો સ્ટેન્ડીંગ કમીટીની મંજુરીની અપેક્ષાએ આ ટેન્ડર પ્રસિદ્ધ કરાયા હતાં.(૮.૧૮)

(4:02 pm IST)