Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોટડાસાંગાણીના રાજપરામાં રાજકોટનો બકુલ સહિત ૪ જુગાર રમતા પકડાયા

રાજકોટ તા ૨૪ :  કોટડાસાંગાણી ના રાજપરા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી પોલીસ ના અશોકભાઇ ઝિબ્બા, હલ્પેશભાઇ રાઠોડ, હીરેનભાઇ પરમાર, વિરમભાઇ કમેચાએ કોટડાસાંગાણી ના રાજપરા ગામે રેડ કરી રાત્રીના સમય દરમિયાન જાહેર મા તીનપતી નો જુગાર રમતા બકુલ રામજી મકવાણા ઉમંર ૩૯, જાતે કોળી રહે. રાજકોટ કોઠારીયા ચોકડી, મહેશ સામજીભાઇ બારૈયા ઉંમર ૨૮ જાતે કોળી, રહે. રાજપરા, દિનેશ માવજી કોઠારી જાતે પટેલ ઉંમર ૪૦ રહે. રાજપરા, સુરેશ ડાયા સાવલીયા ઉંમર ૩૭, રહે. રાજપરા ને ઝડપછ લછધા હતા, તેમજ પાંચમો આરોપીમુકેશ હકાભાઇ મકવાણા રહે. રાજપરા રેડ દરમિયાન નાસી છુટતા તેમની પોલીસે શોધખોળ આમદરી છે. પોલીસે ચાર આરોપીઓ ની અટકાયત છ હજાર નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)