Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો માટે મુંબઈની વધુ એક ટ્રેન 'દુરન્તો એકસપ્રેસ' ૨૭મીથી દોડવા લાગશે

સૌરાષ્ટ્ર મેઈલ બાદ મુસાફરો માટે વધુ એક સુવિધા : દરરોજ દોડશેઃ આખી ટ્રેન એ.સી., મુસાફરો માટે ચા-નાસ્તાની પણ સુવિધા : સુરેન્દ્રનગર એક જ સ્ટોપ

રાજકોટ, તા. ૨૪ : મુંબઈ જનારા મુસાફરો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્ર મેઈલ બાદ વધુ એક ટ્રેન દુરન્તો એકસપ્રેસ આગામી ૨૭મીથી રાજકોટ - મુંબઈ અને મુંબઈ - રાજકોટ વચ્ચે દોડવા લાગશે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી મુંબઈ વચ્ચે જે ટ્રેન ચાલતી હતી તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે અને સુરેન્દ્રનગર ખાતે સ્ટોપ કરશે. આ ટ્રેનમાં રાજકોટ - સૌરાષ્ટ્રના મુસાફરો માટે લકઝરીયસ સુવિધા આપવામાં આવી છે. આખેઆખી ટ્રેન એ.સી. હશે. જેમાં ફર્સ્ટ કલાસ, સેકન્ડ કલાસ અને થ્રી ટાયર એ.સી. જેવી અલગ અલગ ટિકીટોના ચા-નાસ્તાની પણ સુવિધા રાખવામાં આવી છે.

૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ - રાજકોટ દુરન્તો એકસપ્રેસ મુંબઈથી દરરોજ રાત્રીના ૧૧:૨૫ કલાકે ઉપડશે અને રાજકોટથી મુંબઈ સાંજે ૭ કલાકે ઉપડશે. સુરેન્દ્રનગર ખાતે એક સ્ટોપ રાખવામાં આવ્યો છે.(૩૭.૧૧)

દુરન્તો ટ્રેનના ચેકીંગ સ્ટાફ અને રાજકોટને  જ મળવા જોઈએઃ હિરેન મહેતા

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ - રાજકોટ દ્વારા ડીઆરએમ, પીએનએમ સાથે થયેલીવાતચીત મુજબ દુરન્તો ટ્રેનની કામગીરી રાજકોટ મંડળના એલ.પી., ચેકીંગ સ્ટાફ અને ગાર્ડન આપવામાં આવે કારણ કે રેલ્વે બોર્ડના નિગમ મુજબ ટ્રેન જયાંથી શરૂ થાય છે. ૮૦ ટકા કામ મળવુ જોઈએ. જે મંડલ રેલ પ્રબંધક શ્રી એ. કે. સિંહાએ માન્ય રાખી અને રાજકોટ હેડ કવાર્ટરમાં જાણ કરશે તેમ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ - રાજકોટના મંડળ સચિવ શ્રી હિરેન મહેતાની યાદી જણાવે છે.(૩૭.૧૧)

(3:01 pm IST)