Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

દે ધના ધન ધુબાકાઃ સ્વિમીંગ પુલો તરવૈયાઓથી છલકાયા

મ્યુનિ. કોર્પોરેશનનાં ૪ સ્નાનાગારમાં ૭૨૦૪ બાળકોથી માંડી મોટેરાઓ ઉત્સાહભેર જોડાયા : કાળઝાળ ગરમીમાં ઠંડા ઠંડા કુલ કુલનો અહેસાસ કરતા તરણ સભ્યો

મારો ધુબાકાઃ શહેરના પેડક રોડ પર આવેલ કોર્પોરેશનના સ્નાનાગારમાં તરવૈયાઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૬)

રાજકોટ, તા., ર૪: ઉનાળાની કાળઝાળ ગરમી અને વેકેશન પડતાની સાથે શહેરના સ્વીમીંગ પુલો તરવૈયાઓથી છલકાયા છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત ૪ સ્નાનાગારમાં ૭ર૦૪ બાળકોથી માંડી મોટેરાઓ ઉત્સાહભેર જોડાયા છે.

ઉનાળાના દિવસોમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે આ દિવસોમાં શહેરીજનો સ્નાનાગાર સહીતની સુવિધાનો ઉપયોગ વધુ કરતા હોય છે. ઉનાળાની ઋતુ અને વેકેશન પડતાની સાથે કોર્પોરેશનનાં સ્નાનાગારમાં સૌ લોકો ધુબાકા મારે છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલીત ચાર સ્નાનાગારમાં આજની તારીખ સુધીમાં કુલ ૭ર૦૪ સભ્યો છે. જેમાં રેસકોર્ષના સ્વીમીંગ પુલમાં ૧૩૧ર, કોઠારીયા રોડ પરના સ્નાનાગારમાં ર૮૮૪ તથા કાલાવડ રોડ પરના સ્વીમીંગ પુલમાં રપ૦ર તેમજ પેડક રોડ પરના સ્નાનાગારમાં પ૦૬ સહીત કુલ ૭ર૦૪ તરૂણ સભ્યો ઠંડા-ઠંડા કુલ કુલનો અહેસાસ કરે છે.

મ્યુનિસીપલ કોર્પોરેશનની સતાવાર માહીતી મુજબ કોર્પોરેશનના સ્નાનાગારમાં ૪પ-૪પ મીનીટની ૧૦ બેંચ હોય છે. તેમાં ભાઇઓની પ બેંચ, બાળકોની ૪ બેંચ તથા ૧ બેંચ બહેનોની હોય છે. તંત્રને કુલ રૂ. પ૪.૮૩ લાખની આવક થવા પામી છે.(૪.૫)

 

(3:01 pm IST)